For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાની લારી ચલાવતા યુવાન માટે વિદેશથી આવે છે માગા, જાણો કારણ...

કેરળના એક માણસે આ બધી પરંપરાગત વસ્તુઓ છોડીને છોકરી શોધવાની એક અનોખી રીત અપનાવી છે, જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : પહેલાના સમયમાં પરિવારના સભ્યો અને સંબંધીઓ લગ્ન માટે છોકરો-છોકરીનો સંબંધ શોધીને લાવતા હતા. જે બાદ સમયાંતરે આ ટ્રેન્ડ થોડો બદલાયો અને લવ મેરેજનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ સિવાય બજારમાં ઘણી મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ આવી છે, જ્યાં તમને તમારી પસંદગી મુજબ જીવનસાથી મળી શકે છે. હવે કેરળના એક માણસે આ બધી પરંપરાગત વસ્તુઓ છોડીને છોકરી શોધવાની એક અનોખી રીત અપનાવી છે, જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

owner of tea stall

કોઈ જાતિ બાધ નથી

કોઈ જાતિ બાધ નથી

વલાચીરા વિસ્તારના વતની 33 વર્ષીય એન એન ઉન્નીક્રિષ્નન કોઈ પણ મધ્યસ્થી વગર પોતાના જીવનસાથીને જાતે શોધવા માંગે છે. આ માટે તેણે પોતાની દુકાનનીબહાર એક બોર્ડ લગાવ્યું, જેમાં લખ્યું હતું કે 'જીવન સાથીની શોધમાં જાતિ કે ધર્મની કોઈ બાધ નથી '.

જે બાદ કેટલાક લોકોએ આ બોર્ડનો ફોટો લીધો અને તેનેસોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે ખૂબ વાયરલ થયો છે. ઉન્નીકૃષ્ણનને આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ તરફથી કોલ મળવાલાગ્યા છે.

પહેલા મજૂરીકામ કરતો હતો ઉન્નીકૃષ્ણન

પહેલા મજૂરીકામ કરતો હતો ઉન્નીકૃષ્ણન

ઉન્નીકૃષ્ણન વલાચીરાએ જીવનમાં ઘણા ખરાબ અનુભવોનો સામનો કર્યો છે. જેનો ઉલ્લેખ કરીને તેણે કહ્યું કે, તે દૈનિક મજૂરી કરતો હતો. તે દરમિયાન તેને ટ્યુમર થયુંહતું. જેની તેણે સર્જરી કરાવી હતી. ઓપરેશન સંપૂર્ણપણે સફળ રહ્યું હતું, પણ પછી તેણે દૈનિક વેતન છોડીને અન્ય કામ કરવાનું વિચાર્યું હતું.

ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં તેણેતેના ઘરની નજીક લોટરીની ટિકિટ વેચતી દુકાન ખોલી હતી. જ્યારે તેણે થોડું ચાલવાનું શરૂ કર્યું, ત્યારે તેણે તે જ જગ્યાએ ચાની દુકાન પણ ખોલી હતી.

પરિવારના સભ્યો માગા લાવ્યા

પરિવારના સભ્યો માગા લાવ્યા

ઉન્નીકૃષ્ણનના મતે, તે હવે જીવન સાથીની શોધમાં છે, પરંતુ તે મેરેજ બ્યુરો અથવા પરંપરાગત શૈલી દ્વારા લગ્ન કરવા માંગતો નથી. તેઓ હજૂ પણ માગાની રાહજોઈ રહ્યા છે. તેના પરિવારના સભ્યોએ કેટલાક માગા શોધ્યા હતા, પરંતુ ત્યાં તેનો કોઈ મનમેળ થયો ન હતો. જે બાદ તેણે પોતાની ચાની ટપરી સામે બોર્ડલગાવવાનું નક્કી કર્યું હતું. જેમાં તેણે પોતાના સંબંધ કરવા અંગેની વાત લખી છે.

ઘણા લોકો મુલાકાત લેવા આવે છે

ઘણા લોકો મુલાકાત લેવા આવે છે

હવે જ્યારે લગ્નનું બોર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, ત્યારે દેશભરમાંથી મલયાલીઓ તરફથી કોલ આવી રહ્યા છે. તેણે તેમાંથી કેટલાકને મળવા આમંત્રણઆપ્યું છે. ઉન્નીકૃષ્ણનના મતે મોટાભાગના લોકો જાતિ અને ધર્મનો બાધ ન રાખવાના પગલાંની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેમને ઓસ્ટ્રેલિયા અનેઈંગ્લેન્ડથી પણ કોલ કર્યા હતા. આ ઉપરાંત તેમને લગ્ન માટે તેની સાથે વાત કરવા માંગે છે.

હવે ફોન ઉપાડવાનો પણ સમય નથી

હવે ફોન ઉપાડવાનો પણ સમય નથી

ઉન્નીકૃષ્ણનના કહેવા મુજબ, તેમને આજકાલ એટલા બધા કોલ આવી રહ્યા છે કે, તેમને જવાબ આપવા માટે સમય નથી મળી રહ્યો. કેટલાક અજાણ્યા લોકો તેમનીમદદ કરવા માગે છે. તેણે કૃષ્ણન પાસેથી તેની અંગત વિગતો પણ માંગી હતી. જોકે તેણે ઓનલાઈન મળેલા લોકોને વ્યક્તિગત વિગતો આપવાનો ઈન્કાર કરી દીધોછે. તેમને લાગે છે કે, આવું કરવું યોગ્ય રહેશે નહીં.

English summary
A man from Kerala has abandoned all these traditional things and adopted a unique way of finding a girl, which is becoming increasingly viral on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X