Video: છોકરીને 12 લોકોએ રોકીને પેટ પર ઉપરાઉપરી લાતો મારી
અસમના ગોલપારા જિલ્લામાં શરમાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં 22 વર્ષની એક છોકરીને નશામાં ધૂત 12 યુવાનોએ રોકી અને રસ્તા વચ્ચે તેને લાતો અને મુક્કાથી મારવામાં આવી
અસમના ગોલપારા જિલ્લામાં શરમાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં 22 વર્ષની એક છોકરીને નશામાં ધૂત 12 યુવાનોએ રોકી અને રસ્તા વચ્ચે તેને લાતો અને મુક્કાથી મારવામાં આવી. એટલું જ નહીં પરંતુ તે છોકરાઓએ તેના વાળ પકડીને તેને ખેંચી અને કપડાં પણ ફાડી નાખ્યા. શર્મનાક બાબત હતી કે તે છોકરી રસ્તા પર મદદ માટે ચીસો પાડતી રહી પરંતુ તેની મદદ માટે કોઈ પણ આગળ આવ્યું નહીં. ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો, જે સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો હતો. આખો મામલો સોમવારનો છે અને પોલીસે 12 લોકો વિરુદ્ધ કેસ પણ નોંધી લીધો છે. જાણકારી અનુસાર બધા જ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

મળતી જાણકારી અનુસાર પીડિતાના લગ્ન નક્કી થઇ ગયા હતા અને તે પોતાના એક મિત્ર સાથે મેડિકલ સેન્ટર જઈ રહી હતી. તે સમય તેના પર હુમલો કરવામાં આવ્યો. આરોપીઓએ જયારે તેને કોઈ બીજા છોકરા સાથે જતી જોઈ ત્યારે તેની સાથે મારપીટ કરી. આરોપી ગારો સમૂહના છે. તેમનું કહેવું છે કે છોકરીના લગ્ન નક્કી થઇ ગયા હતા પરંતુ તે બીજા છોકરા સાથે ભાગી રહી હતી. તેને પકડ્યા પછી તેની પીટાઈ કરવામાં આવી.
મારપીટનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે 22 વર્ષની છોકરીને ખુબ જ ખરાબ રીતે મારવામાં આવી રહી છે. તેના વાળ પકડીને તેને ખેંચી રહ્યા છે અને તેને પેટ પર લાતો મારી રહ્યા છે. પોલીસે આ મામલે 12 લોકો પર કેસ નોંધ્યો છે. પોલીસ તેમની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરી રહી છે.
Barbarism of moral police in Assam: This 22-year old woman was on her way to meet the doc with her fiance bcs she was sick, but a grp 12 moral police gang assaulted her so badly till she passed out unconscious pic.twitter.com/q6cVnCpcFG
— গোসাঁনী (@DrNeelakshiGswm) April 9, 2018












Click it and Unblock the Notifications
