નવવધૂની પવિત્રતા તપાસનાર વિરુદ્ધ WhatsApp પર ચાલે છે આ અભિયાન

Posted By:
Subscribe to Oneindia News

આજે ભલે ભારત 21મી સદી, સાયન્સ, વિકાસની વાતો કરતું હોય પણ આજે પણ આપણા દેશમાં તેવી અનેક પરંપરાઓ ચાલી રહી છે જેને હવે નાબૂદ થઇ જવાની જરૂર છે. આજે જ્યાં પુરુષો અને મહિલા વચ્ચે જ્યાં એક બાજુ ફરક ઓછો થયો છે. ત્યાં જ તેવા પણ કેટલાક સમુદાય છે જે લગ્ન પછી નવવધૂનો વર્જિનિટી ટેસ્ટ કરવાની વાતો કરે છે. આવી જ વાતોની વિરુદ્ધ કેટલાક યુવાનોએ એક અભિયાન શરૂ કર્યું છે. અને માટે જ આવા યોગ્ય કારણ સાથેના અભિયાન વિષે વાત કરવી જરૂરી બની જાય છે. આ વાત છે કંજરભાટ સમુદાયની, જ્યાંના વર્જિનિટી ટેસ્ટનો યુવા વિરોધ કરી રહ્યા છે. આ યુવાઓ વોટ્સઅપ દ્વારા આ ટેસ્ટના વિરોધમાં કેમ્પેઇન ચલાવે છે.

સફેદ ચાદર

સફેદ ચાદર

વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલી ખબર મુજબ વિવેક તમાઇચિકર યુવાનોને આ રૂઢિવાદી પ્રથા વિરુદ્ધ લડવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ માટે તેમણે વોટ્સઅપમાં એક ગ્રુપ પણ બનાવ્યું છે. કંજરભાટ સમુદાયના લોકો વર્જિનિટી ટેસ્ટ માટે લગ્નની પહેલી રાતે વર વધૂના રૂમમાં સફેદ ચાદર પાથરે છે. અને જો સવારે વધૂના લોહીના ડાગ આ ચાદર પર જોવા મળે તો તેને પવિત્ર માનવામાં આવે છે. અને જો આમ કરવામાં નવવધૂ અસફળ રહે છે તો તેને ખોટો માલ કરાર કરીને પાછી મોકલી દેવામાં આવે છે.

વર્જિનિટી ટેસ્ટ

વર્જિનિટી ટેસ્ટ

એટલું જ નહીં આ ટેસ્ટ માટે એક સમિતિ પણ હોય છે. જે વરરાજાને પૂછે છે કે માલ પવિત્ર હતો કે નહીં? વળી અનેક મહિલાઓ પણ નવવિવાહિત જોડાના રૂમમાં જઇને સફેદ ચાદરને ચકાશે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા વિરુદ્ધ યુવાનો જ નહીં વિધવાઓ અને તલાક મેળવનાર મહિલાઓ પણ પોતાનો અવાજ મજબૂત કરી રહી છે. 55 વર્ષીય તલાક મેળવી ચૂકેલી લીલાબાઇ કહે છે કે તેને 12 વર્ષની ઉંમરે વર્જિનિટી ટેસ્ટથી પસાર થવું પડ્યું હતું. તેણે કહ્યું કે તે વખતે હું ખૂબ જ નાની હતી અને મને ખબર જ નહતી કે મારી સાથે શું થઇ રહ્યું છે. વર્ષો સુધી પોતાના ગુસ્સાને દબાઇ રાખનાર લીલાબાઇએ પોતાની પુત્રીને પણ આ ટેસ્ટથી પસાર થતી જોઇ છે. હવે તે આ પ્રથાને બંધ કરવા માટે તલાક મેળવી ચુકનાર અને વિધવા મહિલાઓની એક ગ્રુપ ચલાવે છે.

વિવેક તમાઇચિકર

વિવેક તમાઇચિકર

આ વિરોધની શરૂઆત કરનાર વિવેક જે વોટ્સઅપ ગ્રુપ દ્વારા એક અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે આ અંગે જણાવ્યું કે તે આ વર્ષના અંતમાં પોતાની ફિયાન્સીથી લગ્ન કરશે અને તેમણે પોતાની પત્નીને આ ટેસ્ટથી પસાર નહીં કરવાની વાત અત્યારથી જ ઉચ્ચારી ચૂક્યા છે. તેમણે કહ્યું કે અનેક યુવાનો આ પ્રથાને ખોટી માને છે. અને અનેક વાર આવા યુવાનોને સમાજ બહિષ્કાર જેવી પ્રથાથી પસાર થવું પડે છે. તમાઇચિકરના સંબંધી કુષ્ણા અને અરુણા ઇન્દ્રેકરે વર્ષ 1996માં જ આ પ્રથાનો વિરોધ કર્યો હતો.

22 પહેલા વિરોધ

22 પહેલા વિરોધ

મુંબઇની કુષ્ણા અને તેમની પત્ની અરુણા ઇન્દ્રેકરે વર્ષો પહેલા પોતાના પરિવાર અને સમાજથી લડીને લવ મેરેજ કરી હતી. અને વર્જિનિટી ટેસ્ટનો પણ વિરોધ કર્યો હતો. ત્યારે બંનેએ પોતાના પરિવારની વિરુદ્ધ જઇને કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારે તેમને પણ લોકોના વિરોધનો ભારે સામનો કરવો પડ્યો હતો.

બહિષ્કાર

બહિષ્કાર

કંજરભાટ સમુદાયના લોકોનું કહેવું છે કે આ ટેસ્ટ ક્યારેય નહીં રોકાય. તેમણે કહ્યું કે આ ટેસ્ટ વર્ષોથી ચાલતો આવે છે અને આગળ પણ ચાલતો રહેશે. વળી આ સમાજની મહિલા અને યુવા યુવતીઓ વચ્ચે પણ આ મામલે મતભેદ છે. જ્યાં યુવા યુવતીઓ આ પરંપરાનો વિરોધ કરી રહ્યા છે. ત્યાં જ કેટલીક મહિલાઓ તેનો સપોર્ટ પણ કરી રહી છે.

English summary
Youngsters using whatsapp end virginity test marriage customs in kanjarbhat community.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.