Jalandhar Bypoll Result: આપની જીતથી ગદગદ સીએમ ભગવત માન, કહ્યુ સર્વેમાં નથી સરકારમાં આવીએ છીએ
જલંધર લોકસભાની ઉપચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે. આ જીત બાદ આપ સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ઉત્સાહીત જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભગવંત માને અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી.

જલંધર લોકસભા પેટા ચૂંટણીમાં આપની જીતને લઇને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે, જલંધરની જનતાએ પંજાબ સરકારના કામો પર મોહર મારી છે. અમે ફક્ત કામની રાજનીતિ કરીએ છીએ. તેણણે કહ્યુ કે, અે ધર્મ અને જાત પાતની રાજનીતિ નથી કરતા. આપ વિજળી,સ્કુલ ઇફ્રાસ્ટ્રક્ચર નામ પર વોટ માગી રહ્યા છીએ. જેના પર અમને જીત પણ મળી છે.
ભગવંત માને કહ્યુ કે, આપ સંયોજક અરવિદ કેજરીવાલ જે કાફલો શરૂ કર્યો હતો તે રમલીલા મેદાનથી હવે બહુ મોટો થઇ ચૂક્યો છે. લોકસભામાં પણ આમ આદમી પાર્ટીની હાજરી હશે. કેજરીવાલે પંજાબમાં બહુમતી વખતે આપેલો વચનો આ પરીણામ છે. તેમણે અમને ગાળ પણ આપી હતી. હવે તેમને પણ ખબર પડી ગઇ છે. તેનાથી હવે કઇ નથી થવાનું.
ભગવંત માને કહ્યુ કે, જલંધરના સાડા આંઠ લાખ લોકોએ આમ આદમી પાર્ટીના વર્કકલ્ચર, ઇમાદારીને જોઇને મતદાન કર્યુ છે. અમે તેમની આશા અપેક્ષા પર ખરા ઉતરીશુ. તેમણે કહ્યુ કે આમ આદમી પાર્ટી સર્વેમા નથી આવતા સીધા સરકારમાં આવીએ છીએ












Click it and Unblock the Notifications
