For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પાર્ટીની યુટ્યુબ ચેનલ થઇ ડીલેટ, પાછી લાવવાના પ્રયાસ ચાલુ, પાર્ટીએ આપી જાણકારી

કોંગ્રેસ પાર્ટીની યુટ્યુબ ચેનલ અચાનક ડીલીટ કરવામાં આવી છે. પાર્ટીએ આ અંગે માહિતી આપી છે. કોંગ્રેસે યુટ્યુબ અને ગૂગલ બંનેનો સંપર્ક કર્યો છે અને ચેનલને કેમ ડિલીટ કરવામાં આવી તે જાણવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી ચેનલ

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ પાર્ટીની યુટ્યુબ ચેનલ અચાનક ડીલીટ કરવામાં આવી છે. પાર્ટીએ આ અંગે માહિતી આપી છે. કોંગ્રેસે યુટ્યુબ અને ગૂગલ બંનેનો સંપર્ક કર્યો છે અને ચેનલને કેમ ડિલીટ કરવામાં આવી તે જાણવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી ચેનલને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટીની ચેનલ, જેની પાસે 2 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા, મોટાભાગે તેના નેતાઓના પ્રેસ કોન્ફરન્સના વીડિયો પોસ્ટ કરે છે.

Congress

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમારી યુટ્યુબ ચેનલ 'ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ'ને ડિલીટ કરી દેવામાં આવી છે. અમે આને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ટીમ આ અંગે યુટ્યુબ અને ગૂગલ સાથે વાતચીત કરી રહી છે. આ ટેકનિકલ ખામી છે કે કોઈ કાવતરું છે તેની તપાસ ચાલી રહી છે. આશા છે કે અમે પાછા આવીશું.

આ પહેલા દેશના ઘણા મોટા નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે, કોઈ પાર્ટીની યુટ્યુબ ચેનલ ડિલીટ કરવામાં આવી હોય. હાલ તેનું કારણ સ્પષ્ટ નથી અને તપાસ ચાલી રહી છે. જોકે હેકિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ તેના વિશે કોઈ નક્કર માહિતી નથી.

કોંગ્રેસની યુટ્યુબ ચેનલ એવા સમયે ડિલીટ કરવામાં આવી છે જ્યારે પાર્ટી દેશભરમાં તેની ભારત જોડો યાત્રા શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરૂ થશે અને આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થતી જમ્મુ-કાશ્મીરમાં પૂરી થશે. જેનું નેતૃત્વ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી કરશે.

English summary
YouTube channel of Congress party was deleted, efforts are on to bring it back
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X