For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાથરૂમમાં લોહીથી લથપથ મળ્યુ YSR કોંગ્રેસ નેતા વિવેકાનંદ રેડ્ડીનું શબ, હત્યાની શંકા

પૂર્વ મંત્રી અને યુવજન શ્રમિકા રાયથુ કોંગ્રેસ (વાયએસઆરસી)ના અધ્યક્ષ વાયએસ જગમોહન રેડ્ડીના કાકા વાયએસ વિવેકાનંદ રેડ્ડીનું શુક્રવારે આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં તેમના ઘરે મોત થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

પૂર્વ મંત્રી અને યુવજન શ્રમિકા રાયથુ કોંગ્રેસ (વાયએસઆરસી)ના અધ્યક્ષ વાયએસ જગમોહન રેડ્ડીના કાકા વાયએસ વિવેકાનંદ રેડ્ડીનું શુક્રવારે આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં તેમના ઘરે કાર્ડિયાક અરેસ્ટથી મોત થઈ ગયુ. વિવેકાનંદ રેડ્ડી (68) શુક્રવારે તેમના ઘરે શંકાસ્પદ સ્થિતિમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના ખાનગી સહાયક કૃષ્ણા રેડ્ડીની ફરિયાદ પર પોલિસે ગુનાહિત પ્રક્રિયા સંહિતાની કલમ 174 હેઠળ અપ્રાકૃતિક મોતનો કેસ દાખલ કર્યો છે અને તપાસ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ysrc

જણાવવામાં આવી રહ્યુ છે કે વિવેકાનંદ રેડ્ડી ગુરુવારે મયદુકુરુ વિધાનસભા ક્ષેત્રમાં વાયએસઆરસી ઉમેદવાર એસ રઘુરામી રેડ્ડી માટે એક ચૂંટણી અભિયાન કરીને ઘરે પાછા આવ્યા હતા. ત્યારબાદ તેમના મોત થઈ ગયા. તેમના ખાનગી સહાયકે તેમને વૉશ રૂમમાં જોયા હતા. તે પોતાના પુલિવેંદુલા ઘરમાં એકલા રહેતા હતા અને તેમની પત્ની પોતાની પુત્રી અને જમાઈ સાથે અમેરિકામાં હતા. વિવેકાનંદ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના નાના ભાઈ હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્રી છે. તેમની પુત્રી સુનિથા અમેરિકામાં ડૉક્ટર છે.

પૂર્વ સાંસદ બાથરૂમમાં લોહીથી લથપથ મળી આવ્યા. ખાનગી સહાયકે કહ્યુ કે તેમને માથા પર ઈજા થઈ હતી. તેમનુ શબ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યુ છે. વિવેકાનંદ રેડ્ડીના ભત્રીજા અને પૂર્વ સાંસદ વાઈ એસ અવિનાશ રેડ્ડીએ આને અસ્વાભાવિક મોત ગણાવીને તેની વિસ્તૃત તપાસની માંગ કરી છે. અવિનાશ રેડ્ડીએ પુલીવેંદુલામાં કહ્યુ કે તેમના માથા પર ઈજામાં બે નિશાન છે. એક સામે છે અને એક પાછળ. મોતનું કારણ જાણવા માટે વિસ્તૃત તપાસની જરૂર છે. તેમની હત્યાનું ષડયંત્ર હોઈ શકે છે. વળી, વાયએસઆર કોંગ્રેસે આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે.

પરિવારના સભ્યોએ કહ્યુ કે તેમની પત્ની અને પુત્રીના પુલિવેંદુલા પહોંચ્યા બાદ ઈસાઈ રીતિ રિવાજો અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વાય એસ વિવેકાનંદ રેડ્ડીની ઓળખ જમીન સાથે જોડાયેલા નેતાની હતી. તે 1989 અને 1994માં પોતાના ગૃહનગર પુલીવેંદુલાથી ધારાસભ્ય ચૂંટાયા હતા. તે કડપ્પા ક્ષેત્રથઈ 1999 અને 2004માં સાંસદ હતા. ત્યારબાદ 2009માં તે વિધાન પરિષદના સભ્ય રહ્યા. વિવેકાનંદ રેડ્ડીના નિધન પર મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રેડ્ડીના નિધન પર શોક વ્યક્ત કર્યો.

આ પણ વાંચોઃ મ્યાનમાર બોર્ડર પર સેનાની સર્જીકલ સ્ટ્રાઈકમાં ઘણા આતંકી ઠાર, ડ્રોનનો પણ ઉપયોગઆ પણ વાંચોઃ મ્યાનમાર બોર્ડર પર સેનાની સર્જીકલ સ્ટ્રાઈકમાં ઘણા આતંકી ઠાર, ડ્રોનનો પણ ઉપયોગ

English summary
YSRC leader Vivekananda Reddy found dead, case of unnatural death filed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X