• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વૈશ્વિક મહામારી સમયે ચક્રવાત અમ્ફઆને પણ ઓરિસ્સાએ માત આપી, હજારો જિંદગી બચાવી

|
Google Oneindia Gujarati News

ભુવનેશવરઃ ઓરિસ્સમાં બે દશકા પહેલા 1999નું સુપર સાઈક્લોન તોફાન ઓરિસ્સાના દરિયાકાઠે 260 કિમી પ્રતિ કલાકની ગતિએ ટકરાયું હતું. આ તોફાને ઓરિસ્સામાં ભારે તબાહી મચાવી હતી. 10 હજારથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા હતા અને લાખોની સંખ્યામાં જીવ જંતુઓનો નાશ થયો હતો. સત્તાવાર આંકડાઓ મુજબ આ બે દશકા દરમિયાન ઓરિસ્સામાં 7 મોટાં ચક્રવાત તોફાન ટકરાયાં છે. જેમાં પાછલા વર્ષે આવેલ ભયંકર તોફાન ફાની પણ સામેલ છે. જો કે જેટલી તબાહી 1999માં થઈ હતી, એટલી તબાહી બાદના તોફાનોમાં જોવા મળી નથી. જેની પાછળ ઓરિસ્સાની નવીન પટનાયક સરકારની સકારાત્મક ભૂમિકા જવાબદાર છે.

ચક્રવાતી તોફાન અમ્ફાનથી નિપટવા માટે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૌથી મોટી ઉપલબ્ધ રહી. તેમણે અહીંની પંચાયતોને આવા પ્રકારના તોફાનોનો સામનો કરવા માટે સક્ષમ બનાવી છે. રાજ્યના 12 જિલ્લા સમિદ્રી તટ કિનારેઆવે છે. આ એજ ગામ છે જ્યાં ચક્રવાતી તોફાનો અને સુનામી જેવી પ્રાકૃતિક આફતોની સૌથી વધુ અસર થતી હોય ચે. આ જિલ્લાના સૌથી વધુ હાઈ રિસ્કવાળા 50 ગામો માટે રાજ્ય સરકાર સ્પેશિયલ વિલેજ લેવલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ ચલાવે છે. ગામના સરપંચોને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે.

અમ્ફાન ચક્રવાત ટકરાવાના કારણે ઓરિસ્સામાં અઢળક ઝાડવાં પડી ગયાં, ઈલેક્ટ્રિક થાંભલાઓને નુકસાન થયું અને ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે. ઓરિસ્સાના 10 જિલ્લાની 1500 પંચાયતમાં 45 લાખ જેટલા લોકો અસરગ્રસ્ત થયા છે. જો કે અમ્ફાન ચક્રવાત જેવું જ ટકરાયું ઓરિસ્સા સરકારે સાવચેતીના પગલાં ભર્યાં અને મુખ્યમંત્રીએ સેટ કરેલ ઝીર કોઝલ્ટીના ટાર્ગેટને પહોંચી વળવા માટે લોકોનું સ્થળાંતર કર્યું.

ભારતીય હવામાન ખાતાએ જેવી વોર્નિંગ આપી કે તરત જ ઓરિસ્સા સરકાર સક્રિય થઈ ગઈ અને ઓછામાં ઓછું નુકસાન થાય તે દિશામાં કામ કરવા લાગી જેમાં લોકોને સ્થળાંતર કરવા, મંડીમાં રવી પાકને સુરક્ષિત કરવો, ODRAF, NDRF ટીમની ઠેર ઠેર તહેનાતી વગેરે પગલાં ભરવામાં આવ્યાં. બુધવાર સવાર સુધીમાં દરિયાકાંઠેથી 1.5 લાખ જેટલા લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા હતા.

ઓરિસ્સા સરકાર માટે પડકાર જનક સ્થિતિ ત્યારે પેદા થઈ હતી જ્યારે સરકારે ચક્રવાતની સ્થિતિને પહોંચી વળવા બનાવેલા શેલ્ટરને પ્રવાસીઓ માટે પહેલેથી જ ક્વોરેન્ટાઇન સેન્ટર બાનવી મૂક્યાં હતાં. રાજ્યએ સેન્ટરને ફરીથી શેલ્ટર હોમમાં તબદીલ કર્યાં. બુધવારે સાંજે જ્યારે ચક્રવાત ઓરિસ્સાથી બંગાળ તરફ ફર્યું ત્યારે 85 ટકા જેટલું પાવર રિસ્ટોરેશન કામ થઈ ગયું હતું અને રસતા તથા રોડ એકદમ ખાલી કરી દેવાયા હતા. મુખ્યમંત્રી અને જિલ્લા વહીવટના મુખ્ય સચિવની સૂચના મુજબ રાજ્યમાં યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કામ ચાલી રહ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીને બ્રિફ કર્યા બાદ ઓરિસ્સાના ચીફ સેક્રેટરી અસિત કુમાર ત્રિપાઠીએ કહ્યું કે, "કુદરતી આપદા સમયે લોકોના જીવ બચાવવાના બિઝનેસમાં અમે સૌથી આગળ છીએ. ચક્રવાતની દૃષ્ટિએ ઓડિશા દેશનું સૌથી સંવેદનશીલ રાજ્ય છે. છેલ્લા 18 મહિનામાં અમે પાંચ ચક્રવાતનો સામનો કર્યો છે." આગળ તેમણે ઉમેર્યું કે- પીએમ મદી સાથેના પ્રેઝન્ટેશન સમયે અમે કહ્યું હતું કે ઓરિસ્સા તરફનો રસ્તો આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો છે.

કોરોના સામેની લડત દરમિયાન ચક્રવાતમાં પણ પોતાના સફળતાપૂર્વક મેનેજમેન્ટ બદલ પીએમ મોદીએ પણ ઓરિસ્સા સરકારના પ્રયત્ોના વખણ કર્યાં હતાં. પીએમ મોદીએ કહ્યું કે ઓરિસ્સામાં ડેવલપમેન્ટ સારી રીતે થયું હવાના કારણે ઘણી જિંદગી પબચાવી શકાયી.

કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ 45 હજારને પાર, નવા 6535 કેસ સામે આવ્યાકોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ 45 હજારને પાર, નવા 6535 કેસ સામે આવ્યા

English summary
zero casualty, Odisha dealt with Cyclone Amphan while battling Covid-19 pandemic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X