ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સ તો પછી અદાણી પર ચર્ચા કરાવો, પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો
Priyanka Gandhi Loksabha : આજકાલ ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સના ગાણા ગાતા નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીનું નામ સાંભળતા જ કંપી જાય છે. આ સ્થિતીમાં વિપક્ષી નેતાઓ પણ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સની વાત કરી હતી. હવે આ મુદ્દે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કર્યો છે.

બંધારણ પર ડિબેટ દરમિચાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર ઘણા આરોપ લગાવ્યા હતા. આ આરોપોના જવાબમાં પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. ભ્રષ્ટાચાર પ્રત્યે કેન્દ્રની ઝીરો ટોલરન્સની નીતિ પર સવાલો ઉઠાવતા પ્રિયંકાએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને બંધારણ દિવસ પર એક પણ નવી વાત નથી કહી. પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 110 મિનિટથી વધુના ભાષણને કંટાળાજનક ગણાવ્યું અને કહ્યું કે તે શાળામાં ગણિતના ડબલ પીરિયડ જેવું હતું.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, પીએમના 11 સંકલ્પો પોકળ છે. જો ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ છે તો ભાજપ શા માટે અદાણી મુદ્દે ચર્ચા કરવા સંમત નથી થતી?
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને એક પણ નવી વાત નથી કહી. તેમણે અમને કંટાળી દીધા છે. દાયકાઓ પછી મને લાગ્યું કે હું ગણિતના બેવડા પિરિયડમાં બેઠો છું. નડ્ડાજી પણ ગૃહમાં હાથ ઘસી રહ્યા છે. પરંતુ મોદીજીની નજર પડતાં જ તેઓ ધ્યાનથી સાંભળતા હોય તેમ અભિનય કરવા લાગ્યા, મારા માટે આ એક નવો અનુભવ હતો વિચાર્યું કે પીએમ કંઈક નવું, કંઈક સારું કહેશે.












Click it and Unblock the Notifications
