જામનગરની મોદી સ્કૂલમાં લાગી આગ, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

Jamnagar Fire: જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આગ લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાની સાથે ફાયરની ટીમે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી.

જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જે બાદ શિક્ષકો, સંચાલકો અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં સેક્સન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન મોદી સ્કૂલના પાછળના ભાગમાં સવારના પોણા દસ કલાકે ઇલેક્ટ્રીક બોર્ડની પેનલમાં શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે આગ લાગી હતી.

Jamnagar Fire

મોદી સ્કૂલમાં આગ લાગવાની ઘટનાની જાણ થવાની સાથે જ શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી.

ફાયર વિભાગની ટીમે શાળામાં આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા માટે લગાવેલી આવેલી ફાયર પ્રણાલી સિસ્ટમનો ઉપયોગ કરી તાત્કાલિક અસરથી ઈલેક્ટ્રીક પેનલમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા કોઇપણ પ્રકારની જાનહાનિ ટળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X