જામનગરના કિશોર પર ક્રુરતા અંગે ગુજરાત હાઈકોર્ટ ખફા, SPને તપાસનો આપ્યો આદેશ

brutality on Jamnagar teenager, Gujarat High Court : જામનગરમાં એક કિશોરને પોલીસ દ્વારા ક્રુરતાપૂર્વક માર માવામાં આવ્યો હતો. જે બાદ આ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસનો ઉધડો લેવામાં આવ્યો છે. આ કેસમાં હાઈકોર્ટે એસપીને તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે.

આ સાથે હાઈકોર્ટે સરકારપક્ષને આકરા સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, કસુરવાર પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ? પોલીસ વિભાગ દ્વારા એક દ્રષ્ટાંત સેટ કરવું જોઈએ. જેથી પોલીસ કર્મચારીઓ સામે પણ પગલા લઈ શકે છે.

પોલીસ કર્મચારીઓને કાર્યવાહી કરવા માટે ફ્રી હેન્ડ આપવામાં આવી શકે નહીં. જામનગરમાં 8મા ધોરણમાં ભણતા 14 વર્ષીય સગીર બાળક સહિત 15 લોકો સામે માર્ચ મહિનામાં ફરિયાદ નોંધાઈ હતી.

Gujarat High Court

આ ઘટનાની વિગતો અનુસાર હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે બે જૂથો આમને સામને આવી ગયા હતા. આ કેસમાં સગિરના પિતાની ધરપકડ કરવામાં આવી હતી, અને સગીરને જુવેનાઈલ એક્ટ હેઠળ આરોપી બનાવવામાં આવ્યો હતો.

જે બાદ સગીરને તેની માતા સાથે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેને અલગ અલગ રૂમમાં લઈને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે કારણે કિશોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરની ફરજ પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X