જામનગર પંથકમાં આભ ફાટ્યું, કાલાવાડમાં 15 ઈંચ વરસાદ!
હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં આભ ફાડ્યુ હોય એવી પરિસ્થિતી છે.
હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં આભ ફાડ્યુ હોય એવી પરિસ્થિતી છે. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ભારે વરસાદના સમાચાર છે. જામનગર જિલ્લામાં સ્થિતી એ છે કે નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાના આદેશ આપ્યા છે.

જામનગર જિલ્લાના સવારના 10 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, કાલાવાડ તાલુકામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ધ્રોલ તાલુકામાંમાં સરેરાશ 6.5 ઇંચ, જોડીયા તાલુકામાં સરેરાશ 5.5 ઇંચ વરસાદ, જામનગર શહેરમાં સરેરાશ 3.5 ઇંચ, જામજોધપુર તાલુકામાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. મળતી વિગતો મુજબ જામનગર-રાજકોટ હાઈવે ભારે વરસાદને પગલે બંધ કરવાની ફરજ પડી છે.
એક તરફ રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે આવનારા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. મળતી વિગતો અનુસાર ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે પ્રશાસને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે અને જરૂર પડે તો એરલિફ્ટ કરવાના આદેશ નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યા છે.
આ તમામ સમાચારો વચ્ચે જામનગર જિલ્લાના અલિયાબાડા ગામમાં ભારે વરસાદે પગલે એક માળ સુધી પાણી ભરાયા હોવાના પણ સમાચાર છે. એક તરફ રાજ્યમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે તો બીજી તરફ પ્રશાસન પણ બચાવકાર્યમાં લાગ્યુ છે.












Click it and Unblock the Notifications
