Jamnagar: કાર ચાલકે ચાર પદ યાત્રીઓને ફંગોળ્યા, જામનગર દ્વારકા હાઈવે પર અકસ્માતમાં 3ના મોત
Jamnagar: દિવાળી બાદ લોકો પોતાની બાધા માનતા કરવા માટે પગપાળા યાત્રા કરતા જોવા મળે છે. આ વચ્ચે જામનગર દ્વારકા હાઈવે પર ગુરુવારની વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ હીટ એન્ટ રનના કિસ્સામાં 3 પદ યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે એક પદ યાત્રીની હાલત ગંભીર છે, જે હાલ સારવાર હેઠળ છે.
આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, જામનગર દ્વારકા હાઈવે પર આવેલા નાની ખાવડી ગામ નજીક એક કાર ચાલક દ્વારા વહેલી સવારે પદ યાત્રીઓને અડફેટે લેવામાં આવ્યા હતા, આ અકસ્માતમાં 3 લોકોના મોત ઘટના સ્થળ પર જ થઇ ગયા હતા. જ્યારે એક પદ યાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા આવ્યો હતો.

આ અકસ્માતની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે તથા ઘાયલ પદયાત્રીને સારવાર અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જીજે02 ડીએમ 5918 નંબરની કારના ચાલક દ્વારા ગુરુવારની વહેલી સવારે પગપાળા જઈ રહેલા યાત્રાળુઓને અડફેટે લેવામાં આવ્યા હતા, આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં કરશનભાઈ, પરેશભાઈ અને રમેશભાઈ નામના વ્યક્તિના મોત નિપજ્યા હતા, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં મૃત પામનારા તમામ વ્યક્તિઓ એક જ ગામના હોવાનું જાણવા મળ્યું છે. તેમના પરિવારને આ અકસ્માતની જાણ કરી છે, અને કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
