For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગર કોંગ્રેસ દ્વારા શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી!

જામનગર ખાતે આજે કોંગ્રેસ દ્વારા શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની યાદમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને સ્થાનિકો આ પ્રસંગમાં જોડાયા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

જામનગર : જામનગર ખાતે આજે કોંગ્રેસ દ્વારા શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની યાદમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને સ્થાનિકો આ પ્રસંગમાં જોડાયા હતા.

congress core committee

આઝાદીના પ્રખર લડવૈયા અને મોટા વિચારક ક્રાંતિકારી શહીદ ભગતસિંહ અને સાથીઓએ દેશને આઝાદ કરવા માટે પોતાનું યોગદાન આપ્યું અને સર્વોચ્ચ બલિદાન સ્વીકારી હસ્તે હસ્તે ફાંસીના માંચડે ચડી ગયા. 1931માં શહીદ ભગતસિંહની ફાંસીની ઘટના બાદ આજે યુવા પેઢીમાં ભગતસિંહને લઇને ખાસ કોઈ જાગૃતિ જોવા મળતી નથી. મોટાભાગના યુવાનો ભગતસિંહના વાસ્તવિક કામથી પરિચિત નથી, આ તમામ ઘટનાઓ વચ્ચે આજે શહીદ ભગતસિંહના શહાદત દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ હાજર રહી શહીદ ભગતસિંહ મૂર્તિને માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ક્રાંતિકારીઓમાં સૌથી અવ્વલ નામ તે આપણે સહીદ ભગતસિંહનું લઈએ છીએ, આપણે બધા જાણીએ છીએ કે ભગતસિંહ ભારતની આઝાદી માટે છેલ્લા શ્વાસ સુધી લડ્યા, પહેલા જેલ અને ત્યારબાદ ફાંસીના માચડે તેઓ હસ્તે હસ્તે ચડ્યા તો આપણા બધાંની ફરજ છે કે આ દિવસે આપણે ભગતસિંહને યાદ કરીએ અને આવનારી પેઢી સુધી તેમના સાચા અને યોગ્ય મેસેજને પહોંચાડીએ. રાજનીતિક વિચારોના સંઘર્ષમાં ક્યાંક આપણે ભગતસિંહને ભૂલી ન જોઈએ.

ઉલ્લેખનિય છે કે 23 માર્ચ 1931 ના રોજ અંગ્રેજ સરકારે ભગતસિંહ અને સાથીઓને ફાંસી આપી દીધી હતી.

English summary
Martyr's Day was celebrated by Jamnagar Congress!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X