જૂનાગઢ જેલમાં AAP જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા ઉપર હુમલો
જૂનાગઢ જેલમાં એટ્રોસિટી અને છેડતીના કેસમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર અન્ય કેટલાક કેદીઓએ હિંસક હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, સાવલિયા અને સાગર ચાવડા વચ્ચે સામાજિક બાબતોની વાતચીત સમાજ વિરોધી બોલવા મુદ્દે ઉગ્ર દલીલમાં પલટાઈ, જે પછી મારામારી થઈ હતી.
સાગર ચાવડાના પક્ષે અન્ય કેદીઓએ સાવલિયાને માર માર્યો હતો. જો કે, સાવલિયાએ પણ તેમને માર્યો હોવાનો આરોપ ચાવડા અને અન્યોએ લગાવ્યો.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક પોલીસ જાપ્તા હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા. મારામારીને લગતી સામસામી ફરિયાદો પણ નોંધાઈ છે.
ઘટનાની જાણ થતાં જ જેલ અધિક્ષકે જેલરને સઘન તપાસના આદેશ આપ્યા. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.












Click it and Unblock the Notifications
