Accident News : જૂનાગઢમાં ભિષણ અકસ્માત, કુવામાં કાર ખાબકતા બે યુવકના મોત
Accident News : જૂનાગઢના કોડીનારમાં એક કાર બેકાબૂ થયા બાદ ઉંડા કૂવામાં પડી ગઇ હતી, જેના કારણે તેમાં સવાર બે યુવકોના મોત થયા હતા. તેમને બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા છ કલાક સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Accident News : જૂનાગઢના કોડીનારમાં એક ભિષણ અકસ્માત થયો છે, જેમાં બે યુવકના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, ઝડપથી આવી રહેલી કાર એક કુવામાં ખાબકી હતી. આ દરમિયાન આ અકસ્માત થયો છે. આ સમયે કારમાં બે યુવકો હતા. આ ઘટના એક પેટ્રોલ પંપ પાસે બની હતી. જે કારણે અકસ્માત બાદ લોકો તાત્કાલિક બચાવ કાર્યમાં લાગી ગયા હતા.

છ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું
જૂનાગઢ જિલ્લાનાં કોડીનારનાં ફાચરીયા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ સામે ગત રાત્રે 10 કલાકનાં સુમારે આ ઘટના બની હતી. સ્થળ પર હાજર લોકોએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ અને ફાયર વિભાગની ટીમે યુવકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.
પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ઘટના
મળતી માહિતી મુજબ, આ બચાવ કામગીરી સવારે 4 કલાક સુધી ચાલુ રહી હતી. જોકે, આટલો લાંબો સમય લાગવા છતાં માત્ર કાર અને બંને યુવકોના મૃતદેહ જ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ગામમાં શોકનો માહોલ
વાહનમાં સવાર બંને યુવકો મહેસાણાના વડનગર ગામના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. વાહન ચલાવી રહેલા યુવકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે કાર કૂવામાં પડી ગઇ હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મૃતકના ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
