જુનાગઢમાં મેઘરાજાની તબાહી, શહેરમાં પુરની સ્થિતિ, ઘરોમાં પાણી ભરાયા
જૂનાગઢ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જમીન ત્યા જળ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે.
ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વાહનો તથા પ્રાણીઓ તણાઇ ગયા છે. મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. એક નજરે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. લોકો જીવ બચાવવા ધાબે ચડી ગયા છે.
મેઘરાજાએ કહેર વર્તાવતાં સ્થિતિ અતિગંભીર બની રહી છે. અનેક કારો તણખલાની જેમ તણાઇ રહી છે.જૂનાગઢમાં આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ચાર કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જેથી પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું ગયું હતું. જેના પગલે જૂનાગઢમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું. બીજી તરફ જૂનાગઢ શહેરમાં આજે 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આજે જૂનાગઢવાસીઓએ વિચાર્યું પણ નહીં હોય કે અચાનક આ પ્રકારનો મેઘતાંડવ થશે. કુદરતના કહેર સામે હાલ જૂનાગઢવાસીઓ લાચાર જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદ ખાબકતા શહેરમાં લોકોના હાલ બેહાલ થયા છે સમગ્ર જૂનાગઢમાં હાલ જળ હોનારત થઈ હોય તેવુ સામે આવ્યું છે. મુબારક બાગ વિસ્તારમાં તો મકાનો ડૂબ્યા હતા. તેમજ જ્યા જૂઓ ત્યા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.
આ મામલેકૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે જૂનગાઢ જવા માટે મુખ્યમંત્રીએ તૈયારી દાખવી હતી. વીઝીબીલીટી ન હોવાથી ત્યાં પહોંચી શકાય તેમ નથી માટે તેઓ તાત્કાલિક ગાંધીનગર જવા રવાના થયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર કંટ્રોલ રૂમ ખાતેથી તેઓ સતત નજર રાખશે.
બ્રેકિંગ
— Prince (@Prince_thakur1) July 22, 2023
જૂનાગઢમાં મેઘરાજાનું તાંડવ
ગાંધીનગર કંટ્રોલ રૂમ ખાતેથી CM સતત નજર રાખશે
જૂનાગઢમાં હાલ NDRFની બે ટિમ તૈનાત
વધુ બે SDRFની ટિમ જૂનાગઢ મોકલવામાં આવી રહી છે
250 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે pic.twitter.com/dFImI4AmRH
જૂનાગઢમાં હાલ NDRFની બે ટિમ તૈનાત છે વધુ એક ટિમ ત્યાં થોડી વારમાં પહોંચશે. આ ઉપરાંત વધુ બે SDRFની ટિમ જૂનાગઢ મોકલવામાં આવી રહી છે. જુનાગઢમાં 250 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજકોટથી શહેર અને જિલ્લાની મળી કુલ 5 ફાયરની ટિમ જૂનાગઢ જવા રવાના થઇ છે. આ ઉપરાંત 25000 ફૂડ પેકેટ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ મોકલવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
