ગુજરાત: પત્રકારમાંથી રાજકારણમાં આવેલ ઇસુદાન ગઢવી પર જુનાગઢમાં હુમલો, બીજેપી પર લગાવ્યો આરોપ
તાજેતરમાં જ પત્રકારત્વ છોડી આમ આદમી પાર્ટી (આપ)માં જોડાયેલ ઇસુદાન ગઢવીના કાફલા ઉપર ગુરુવારે ગુજરાતના જૂનાગઢમાં જીવલેણ હુમલો થયો છે. ઇસુદાન ગઢવીની 'જન સંવાદ યાત્રા' દરમિયાન આ હુમલો થયો હતો. 'આપ'એ આરોપ લગાવ્યો છે કે આ હુમલ
તાજેતરમાં જ પત્રકારત્વ છોડી આમ આદમી પાર્ટી (આપ)માં જોડાયેલ ઇસુદાન ગઢવીના કાફલા ઉપર ગુરુવારે ગુજરાતના જૂનાગઢમાં હુમલો થયો છે. ઇસુદાન ગઢવીની 'જન સંવાદ યાત્રા' દરમિયાન આ હુમલો થયો હતો. 'આપ'એ આરોપ લગાવ્યો છે કે આ હુમલો' 'ભાજપના ગુંડાઓ' 'દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાફલામાં ઇસુદાન ગઢવી ઉપરાંત મહેશ સવાણી અને પ્રવિણ રામ જેવા ટોચના નેતા સામેલ હતા.

એઆપના કહેવા પ્રમાણે કાફલામાં સામેલ 6-7 વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આ ઘટનામાં 'આપ'ના 10 કાર્યકરોને ઇજાઓ પહોંચી છે. પાર્ટીએ કહ્યું કે કેટલાક લોકો 'નેતા' ઇસુદાન ગઢવી અને મહેશ સવાણીના વિરોધમાં કાળા ધ્વજ ફરકાવીને રસ્તા પર ઉભા હતા અને લાકડીઓ દ્વારા કાફલા પર હુમલો કર્યો હતો.
આપના નેતા મહેશ સવાણીએ કહ્યું કે તેમણે જીવનમાં ક્યારેય આવો હુમલો જોયો નથી, અને ઉમેર્યું કે તેઓ માત્ર સદભાગ્યે બચી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આપના સ્વયંસેવકો જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશન બહાર આ ઘટના સામે રાતભર વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થયા છે. અહીં આપ પોલીસ ફરીયાદ નોંધાવશે.
SHAME ON BJP#BJPGujaratGoons pic.twitter.com/aYOwnqt0fS
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 30, 2021
અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે 70 થી વધુ ભાજપના ગુંડાઓએ આપ નેતાઓ અને સમર્થકો પર હુમલો કર્યો હતો. પક્ષે એક ટવીટમાં જણાવ્યું હતું કે ભાજપ "ગુજરાત નાગરિક મતદાન અને તેના સતત વધતા સપોર્ટ બેઝમાં આપના મજબૂત પ્રવેશથી ડરી રહ્યુ છે."












Click it and Unblock the Notifications
