આપ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષ અને પદ પરથી આપ્યું રાજીનામું, આ પક્ષમાં જોડાય તેવી શક્યતા
Visavadar MLA Bhupat bhayani resigned: ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ બેઠક મેળવી હતી. આ વચ્ચે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. વિસાવદરના આપ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને ભૂપત ભાયાણીએ પોતાનું રાજીનામું સોંપ્યું હતું, જે તેમણે મંજૂર કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે, હવે છ માસમાં વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવશે.

આ સાથે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી અટકળો પણ મીડિયામાં ચાલી રહી છે. હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક સાંધો તો તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઇ છે.
ઉલ્લેખનીય છે કે, વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા, હવે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય જ રહ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા છે.













Click it and Unblock the Notifications
