અમરેલીના ખીસરીમાં લગ્નમાં હિંસા, પીરસવા મુદ્દે મારામારીમાં 11 લોકો ઘાયલ
અમરેલી જિલ્લાના ખીસરી ગામમાં ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એક લગ્નપ્રસંગ હિંસક ધિંગાણામાં ફેરવાઈ ગયો હતો. જમણવારમાં રોટલી પીરસવા જેવી નાની બાબતને લઈને વર અને કન્યા પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી ઝડપથી મારામારીમાં પરિણમી, જેમાં બંને પક્ષે કુલ ૧૫ લોકો ઘાયલ થયા. આ ઘટનાથી લગ્નનો આનંદ તંગદિલીમાં બદલાયો.
મારામારીમાં બંને પક્ષના લોકોએ લાકડી-ડંડા અને પથ્થરોનો છૂટથી ઉપયોગ કર્યો. ગામની શેરીઓમાં પણ આ હિંસા ફેલાઈ હતી. એક બોલેરો કાર ચાલકે તો ટોળા પર કાર ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાના અહેવાલ છે. ઈજાગ્ર્રસ્ત 15 લોકો પૈકી બેને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે અમરેલી રીફર કરાયા હતા.
બનાવની જાણ થતાં જ ધારી પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી અને બંને પક્ષોના નિવેદનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે ગામમાં હાલ શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાના પ્રયાસો ચાલુ છે.












Click it and Unblock the Notifications
