જંતર-મંતર પર ચાલુ રહેશે 'AAP'નું વિરોધ પ્રદર્શન

arvind-kejriwal
નવી દિલ્હી, 28 એપ્રિલ: આમ આદમી પાર્ટી (આપ)એ રવિવારે કહ્યું હતું કે જંતર-મંતર પર તેનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. પાર્ટીએ કહ્યું હતું કે દિલ્હીની મુખ્યમંત્રી શીલા દિક્ષિતે વિજળી તથા પાણીના વધતા જતા ભાવને લઇને લખવામાં આવેલા 10,50,000 પત્રોને લઇને સહમતિ આપી છે.

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ સભ્ય મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે અમે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું. અમે મુખ્યમંત્રીના ઘર સુધી રેલી નિકાળીશું કારણ કે મુખ્યમંત્રી આજે આપના કેટલાક સભ્યો સાથે મળવા માટે તૈયાર થઇ ગયા છે.

મનિષ સિસોદિયાએ એ પણ દાવો કર્યો છે કે વિજળી અને પાણીના વધતા જતા ભાવને લઇને દિલ્હીના નાગરિકો દ્રારા લખવામાં આવેલા પત્રોને મુખ્યમંત્રી શીલા દિક્ષિત લેવા માટે રાજી થઇ ગયા છે.

બીજી તરફ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે લોકોને મોટી સંખ્યામાં જંતર-મંતર પર એકઠા થવાની અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર કહ્યું છે કે અમે જંતર-મંતર પહેલાં પણ ભેગાં થઇ ચૂક્યાં છીએ. લોકોએ રેલી કરી છે. તમે પણ ત્યાં પહોંચો. આ દરમિયાન દિલ્હી ટ્રાફિક પોલીસે જંતર મંતરની આસપાસ પ્રતિબંધની જાહેરાત કરી દિધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X