For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણી સાચા છે, જનતા ભાજપથી નિરાશ છે: કોંગ્રેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rashid-alvi
નવી દિલ્હી, 12 માર્ચ: કોંગ્રેસે સોમવારે કહ્યું છે કે કર્ણાટકમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપના નિરાશાજનક પ્રદર્શનથી પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની આ વાત સાચી સાબિત થશે કે જનતા ભાજપથી નિરાશ છે.

કોંગ્રેસ પ્રવક્તા રશિદ અલ્વીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ' લાલકૃષ્ણ અડવાણી ભાજપના વરિષ્ઠ નેતા છે. તેમને કહ્યું હતું કે જો જનતાનો મૂડ કોંગ્રેસ વિરૂદ્ધ છે તો ભાજપથી મોહભંગ છે. તેમની ફક્ત અડધી વાત છે. ભાજપ વિશે તેમને જે કહ્યું હતું કે તે કર્ણાટકમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પરિણામ સાબિત થાય છે.

રશિદ અલ્વીએ કહ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીએ શનિવારે આ વાત કહી હતી અને કર્ણાટકની જનતાએ આના પર મોહર લગાવી છે. લાલકૃષ્ણ અડવાણી જે કહી રહ્યાં છે તે સાચું છે. જો કે રશિદ અલ્વીએ કોંગ્રેસ અને યુપીએ સરકાર વિશે લાલકૃષ્ણ અડવાણીની ટિપ્પણી પર કોઇ પ્રતિક્રિયા આપી નથી.

તેમને કહ્યું હતું કે કોઇ રાજકીય પક્ષના નેતા સામાન્ય રીતે બીજા પક્ષનો વિરોધ કરે છે અને આ પ્રથમવાર નથી કે લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસનો વિરોધ કર્યો હોય. મહત્વપૂર્ણ વાત એ છે કે તેમને સામાન્ય ચુંટણીના એક વર્ષ પહેલાં પોતાના પક્ષ વિશે શું કહ્યું છે.

કર્ણાટકમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં વિપક્ષી કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતાં જનતા દળ સેક્યુલર અને સત્તારૂઢ પાર્ટી ભાજપને પછાડી દિધી છે. રાજ્યમાં સાત મહા નગરપાલિકા, 43 નગરપાલિકાઓ, 65 શહેરોની નગરપાલિકાની પરિષદો અને 92 શહેરી પંચાયતો સહિત કુલ 207 સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે સાત માર્ચના રોજ મતદાન થયું હતું.

English summary
Congress on Monday said Bhartiya Janata Party's poor show in Karnataka urban local bodies polls proved its veteran leader LK Advani's contention that people were disappointed with the BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X