For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ચીન અને પાકિસ્તાન સાથે પરમાણું યુદ્ધ માટે તૈયાર રહે ભારત'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જાન્યુઆરી: ગુજરાતના પોરબંદરમાં કરાંચીથી આવેલી બોટ, જમ્મૂમાં સતત તૂટતા સીઝફાયર અને ચીનની સીમા પર ચીનની ઉદ્ધતાઇ, આ કોઇ સંયોગ નથી, પરંતુ એક સમજી વિચારેલું કાવતરું છે. ચીફ ઑફ ડિફેંસ ઇંડીગ્રેટેડ સ્ટાફ એર માર્શલ પીપી રેડ્ડીના નિવેદનથી તો કમ સે કમ આ જ લાગે છે.

સોમવારે એર માર્શલ રેડ્ડીએ નિવેદન આપ્યું કે ભારતને ચીન અને પાકિસ્તાનથી સાવધાન રહેવું જોઇએ. તેમણે કહ્યું કે બંને જ દેશ પરમાણું શક્તિથી સજ્જ છે અને જે હાલાત છે, આ પરિસ્થિતીઓમાં ભારતને યુદ્ધ માટે તૈયાર રહેવું જોઇએ. તેમણે કહ્યું કે ચીન સતત પાકને હથિયાર પુરા પાડી રહ્યાં છે અને ભારત માટે મોટો પડકાર છે. તેમણે કહ્યું કે ભારતને બંને દેશોની સાથે પરમાણું યુદ્ધ માટે પણ તૈયાર રહેવું પડશે.

તેમણે કહ્યું કે દેશમાં રક્ષા ક્ષેત્રની જે સ્થિતી છે તે અમને આ સ્થિતી માટે જરાપણ તૈયાર કરી રહ્યાં નથી કે આપણે ચીનનો મુકાબલો કરી શકે. તેમણે ચીન પર આરોપ લગાવતાં કહ્યું કે ચીન પાકિસ્તાનમાં બંદરોનું નિર્માણ કરી રહ્યું છે અને તેના ઇંફ્રાસ્ટ્રક્ચરને ડેવલોપ કરવામાં મદદ કરી રહ્યું છે. એવામાં પડકારો બમણા થઇ રહ્યાં છે.

akash-misslies-on-china-border

પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે પાકિસ્તાનની આંતરિક સ્થિતી એકદમ ખરાબ છે અને તે સીમા પર પણ તણાવ યથાવત છે. આ બધી વાતોને નજરઅંદાજ કરી ન શકાય.

આ પહેલીવાર છે કે જ્યારે સેના સાથે જોડાયેલા કોઇ વરિષ્ઠ અધિકારી દ્વારા દેશમાં હાલની સ્થિતી વચ્ચે આ પ્રકારનું નિવેદન આવ્યું છે. તાજેતરમાં આ નિવેદનથી ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ થઇ ગયું છે કે ચીન અને પાકિસ્તાન બંનેની નિયત સારી નથી અને બની શકે કે ભારતને આગામી થોડા દિવસોમાં પડકારોનો સામનો કરવો પડે.

English summary
Air Marshall PP Reddy says India should be ready for a war with China and Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X