દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે અનિલ બૈજલે લીધી શપથ

Written By:
Subscribe to Oneindia News

શનિવારે અનિલ બૈજલે દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે શપથ લીધી છે. દિલ્હી હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જી.રોહિણીએ દ્વારા તેમને શપથ આપવામાં આવી. આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યાં હતા. નજીબ જંગે રાજીનામું આપ્યા બાદ અનિલ બૈજલની આ પદે નિમણૂક કરવામાં આવી છે, તેઓ દિલ્હીના 21મા ઉપરાજ્યપાલ છે. નોંધનીય છે કે, નજીબ જંગનો હજુ દોઢ વર્ષનો કાર્યકાળ બાકી હતો, આમ છતાં તેમણે વ્યક્તિગત કારણોસર અચાનક જ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદથી નવા ઉપરાજ્યપાલ તરીકે અનિલ બૈજલનું નામ ચર્ચામાં હતું.

anil baijal

અનિલ બૈજલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની ખૂબ નજીક હોવાનું મનાય છે. બૈજલ થિંક ટેન્ક વિવેકાનંદ ઇન્ટર નેશનલ ફાઉન્ડેશનના કારોબારી સદસ્ય પણ છે. આ પહેલાં અનિલ બૈજલ ઇન્ડિયન એરલાઇન્સના એમડી, પ્રસાર ભારતીના સીઇઓ અને દિલ્હી ડેલપમેન્ટ ઓથોરિટિનાં વાઇસ ચેરમેન જેવા ઘણા મહત્વના પદો પર કામ કરી ચૂક્યાં છે. આ પહેલાં અનિલ બૈજલને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ બનાવવાની વાત આવી હતી ત્યારે તેમનું નામ ચર્ચામાં જોવા મળ્યું હતું. બૈજલ 1969માં આઇએએસ બન્યા હતા અને 2009માં શરેહી વિકાસ સચિવ તરીકે સેવાનિવૃત્ત થયા હતા.

અહીં વાંચો - નજીબ જંગના બાદ જે દિલ્હી નવા ઉપરાજ્યપાલ બન્યા તેની ખાસ વાતો

દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગે 22 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. નજીબ જંગ પણ પૂર્વ આઇએએસ છે તથા તેમણે જુલાઇ, 2013માં દિલ્ગીના ઉપરાજ્યપાલ તરીકેનો કારભાર સંભાળ્યો હતો. તેમણે રાજીનામું આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીની જનતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો હતો.

English summary
Anil Baijal took oath as Lieutenant Governor of Delhi, oath was administered by Delhi HC Chief Justice G Rohini.
Please Wait while comments are loading...