For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક મહિનામાં ટીમ અણ્ણા વેરવિખેર, દિલ્હીની ઓફિસ બંધ થશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જાન્યુઆરી: ટીમ અણ્ણાની દિલ્હીની ઓફિસે હજુ સુધી યોગ્ય રીતે કામ શરૂ કર્યું નથી અને ત્યાં તો ઓફિસ બંધ કરવાની નોબત આવી ગઇ છે. હવે તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ઓફિસ માટે ભાડાની વ્યવસ્થા પણ થઇ રહી નથી. પ્રથમ એક વર્ષ સુધી એક મહિના માટે લાખ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ કોઓર્ડિનેશન ટીમ મેમ્બર્સની ખેંચતાણ બાદ હવે વ્યવસ્થા કરનાર સભ્યો પણ પોતાના હાથ પાછા ખેંચી રહ્યાં છે. પરિસ્થિતી એવી સર્જાઇ છે કે એક કોર મેમ્બરે તો ઓફિસમાં મીટીંગ કરવા અંગે મનાઇ કરી દિધી છે.

નવેમ્બરના બીજા સપ્તાહમાં અણ્ણા હજારેએ સર્વોદય એન્કવેલમાં દિલ્હી ઓફિસનું ઉદઘાટન કર્યું હતું. આ પહેલાં ઓફિસની જગ્યાને લઇને ઘણા વિવાદો સર્જાયા હતા. ટીમ અણ્ણાના કેટલાક સભ્યો અને વોલટિયર્સ કૌશાંબીમાં ઓફિસ ઇચ્છતાં હતા જ્યાં મહિનાનું ભાડું 18 હજાર રૂપિયા હતુ અને મેટ્રો પણ નજીક હતી. પરંતુ સર્વોદય એન્કલેવમાં ઓફિસ ખોલવામાં આવી જ્યાં દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડે છે. કિરણ બેદીએ આ જગ્યાને ફાઇનલ કરવા માટે સ્પોન્સર પણ શોધી લીધો હતો. ગુજરાતના એક CAએ એક વર્ષ સુધી દર મહિને ઓફિસ માટે 1 લાખ રૂપિયાનો વાયદો કર્યો હતો.

anna-hazare

કિરણ બેદીના ઓળખીતા હતા અને તેમના માધ્યમથી મદદની માંગણી કરી હતી. આ દાતાના નામ પર સવાલો ઉઠ્યાં હતાં કે તેમનું નામ કોઓર્ડિનેશન કમિટીમાં કેમ નથી. ઓફિસ શરૂ કર્યાને હજુ એક મહિનો થયો હતો કે મકાન માલિકે નોટીસ ફટકારી કે જાન્યુઆરીના અંત સુધી ઓફિસ ખાલી કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ટીમ અણ્ણાના એક સભ્ય તરફથી બધાને મેસેજ મોકલી ભાડાની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણ બેદી બે કારણોને લીધે જવાબદારીથી પાછળ હટી ગઇ. એક તો સીક્રેટ દાતા પર પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે અને બીજું કે જેમના વિશ્વાસે ઓફિસ મુકવામાં આવી હતી તેમની સાથે ખેંતચાણ થઇ ગઇ છે. ઓફિસમાં એક-બે મિટીંગ સિવાય હજુ સુધી કોઇ એક્ટિવિટી થઇ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોર મેમ્બર શશિકાંતે 12 જાન્યુઆરીના રોજ ઓફિસમાં હરિયાણા સંગઠન ઉભું કરવા માટે મીટિંગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો તેમને મનાઇ ફરવામાં આવી હતી અને તે મુદ્દે ઘણી ખેંચતાણ થઇ હતી. શશિકાંતે પણ આ ઘટનાથી ઇન્કાર કર્યો નથી. તેમને કહ્યું હતું કે હા આવું બન્યું હતું પરંતુ અમે ત્યાં જ મીટીંગ કરી અને ઘણી સફળ રહી હતી.

English summary
The refurbished Team Anna appears to be drifting apart with activist Anna deciding to "consolidate" his resources in Ralegan Siddhi and use his Maharashtra-based organisation for building a movement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X