For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અણ્ણાને મળેલી 'દીદી'એ 4 વાર પગે લાગી લીધા આર્શીવાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: દિલ્હીની સત્તા પર પોતાનો હક જમાવનાર અરવિંદ કેજરીવાલે સમાજવાદી અણ્ણા હજારેનો સહારો લઇને લોકોમાં પોતાની શાખ જમાવી લીધી હતી. જો કે ત્યારબાદ રાજકારણમાં આવ્યા બાદ તેમણે અણ્ણા હજારેથી અલગ થવું પડ્યું હતું, પરંતુ અણ્ણા હજારેની સાથે અરવિંદ કેજરીવાલને મોટો ફાયદો થયો. અરવિંદ કેજરીવાલની જીતમાં અણ્ણા હજારેનો જાદૂ મોટા ફેક્ટર તરીકે ઉભરી આવ્યો હતો.

હવે આ મેજિકનો ઉપયોગ તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ અને પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી કરવા માંગે છે. ત્યારે તો હાલમાં મમતા બેનર્જી અણ્ણા હજારેની નજીક જોવા મળી રહી છે. સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. આ દરમિયાન અટકળો છે કે અણ્ણા હજારે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મમતા બેનર્જીને સમર્થન કરશે.

anna-hazare-mamata

તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ મુકુલ રોય નવ મહારાષ્ટ્ર સદન પહોંચ્યા અને અણ્ણા હજારેને પોતાના આવાસ પર લઇ ગયા જ્યાં મમતા બેનર્જી સાથે તેમની મુલાકાત થઇ. આ મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ 4 વાર અણ્ણા હજારેને પગે લાગ્યા હતા. અણ્ણા હજરે પહેલાં જ સંકેત આપી ચૂક્યાં હતા કે મમતા બેનર્જીને પોતાની સમર્થન આપી શકે છે અને લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી માટે પ્રચાર પણ કરી શકે છે. એવામાં પ્રશ્ન એ છે કે શું અણ્ણા હજારે લોકસભાની ચૂંટણીમાં મમતા સારથી બનવાના છે.

English summary
Social activist Anna Hazare met Trinamool Congress chief Mamata Banerjee, amidst speculation that he will back the West Bengal Chief Minister as the Prime Ministerial candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X