5 જાન્યુઆરીએ જનતા સાથે સીધી વાત કરશે અરૂણ જેટલી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી 5 જાન્યુઆરીના રોજ સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા જનતા સાથે સીધી વાતચીત કરશે. ફેસબુકના પોતાના ફેન પેજ પર અરૂણ જેટલીએ જાણકારી આપી છે કે તે રવિવારે સાંજે 7 વાગ્યાથી 8.30 વાગ્યા સુધી ટ્વિટર પર હાજર રહેશે. અરૂણ જેટલી ઉપરાંત ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને સુષ્મા સ્વરાજ પણ ટ્વિટર પર હાજર રહેશે પરંતુ આ પ્રકારે વાતચીત કરનાર અરૂણ જેટલી પ્રથમ રાજનેતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરનાર પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવાનો અને પોતાના વિકાસ કાર્યોનો પ્રચાર કરવા માટે ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ અન્ય પક્ષોએ પણ તેના પર સક્રિયતા વધારી દિધી પરંતુ સોશિયલ સાઇટ પર નરેન્દ્ર મોદીને જેટલી લોકપ્રિયતા પ્રાપ્ત થઇ છે, તેમને બધાને પાછળ છોડી દિધા છે.

arun-jaitely-twitter

જો કે અરૂણ જેટલી જનતા પાસે ટ્વિટર પર સીધી વાતચીત કરશે, અમે આશા વ્યક્ત કરીએ છીએ કે આગામી સમયમાં કેટલાક અન્ય નેતા પણ જનતા સાથે આ પ્રકારે સંપર્ક કરશે.

આને ભાજપ પર આમ આદમી પાર્ટીની અસર માનવામાં આવે છે, જે પ્રજા પાસેથી વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર સમર્થન મળ્યું છે. આ સિવાય તેના ધારાસભ્યોએ બંગલો અને ગાડી લેવાની મનાઇ કરી દિધી છે અને હજુ સુધી પણ સામાન્ય વ્યક્તિની જેમ રહે છે. હવે દરેક પક્ષ જનતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી શકે છે.

English summary
Opposition leader Arun Jaitley will interact with people on Twitter on 5 january 2014 between 7:00 PM to 8:30 PM.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.