કેજરીવાલે આપ્યું રાજીનામું, મનીષ સિસોદિયાને લાગી લોટરી, બનશે સીએમ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: જનલોકપાલના મુદ્દા પર પોતાની સરકાર અને પોતાની ખુરશીની કુર્બાની આપનાર અરવિંદ કેજરીવાલના નિર્ણયથી જનતા આશ્વર્યચકિત થઇ ગઇ છે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલનો આ નિર્ણય કોઇના માટે વરદાન સાબિત થઇ ગયો. દિલ્હીમાં જીતનો પરચમ લહેરાવ્યા બાદ લોકસભાની ચૂંટણીઓની તૈયારીમાં જોડાઇ ગયેલી આમ આદમી પાર્ટીએ દેશના રાજકારણમાં પોતાની હાજરી જાળવી રાખવા માટે જોર લગાવી રહી છે. એવામાં જો પાર્ટીના સૂત્રધાર અરવિંદ કેજરીવાલ દિલ્હીના રાજકારણમાં ફસાયેલા રહે તો પાર્ટી માટે તેમના માટે સમય કાઢવો મુશ્કેલ રહેતો.

જો અરવિંદ કેજરીવાલ દિલ્હી સરકારમાં ગુંચવાયેલા રહેતા તો તે લોકસભાની ચૂંટણીની તૈયારમાં ઉતરી ન શકતા. એવામાં તેમણે સત્તાનો મોહ છોડીને એક્ઝિટ રૂટનો સહારો લીધો અને શહીદના રૂપમાં સરકાર સત્તાથી બહાર થઇ ગઇ. અરવિંદ કેજરીવાલના રાજીનામાથી આમ આદમી પાર્ટીની લોકસભાની ચૂંટણી સાથે જોડાયેલા તૈયારીઓમાં ગતિ આવી ગઇ છે તો બીજી તરફ મનીષ સિસોદિયા પણ લોટરી લાગી ગઇ.

arvind-kejriwal-aap

દિલ્હીના રાજકારણના સમીકરણ બદલાયા તો પૂર્વ શિક્ષા મંત્રી મનીષ સિસોદિયાની કિસ્મત પણ ખુલી ગઇ. ખાસ કરીને ઇન્ડિયન એક્સપ્રેસના સમાચારનું માનીએ તો આપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકસભાની ચૂંટણીની કમાન સંભાળશે તો બીજી તરફ આમ આદમી પાર્ટી આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીની કમાન મનીષ સિસોદિયાના હાથમાં સોંપી શકે છે.

મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલ સાથે પડછાયાની માફક રહ્યાં છે.તેમની પાસે અનુભવ નથી તો અરવિંદ કેજરીવાલના ખાસ ગણવામાં આવે છે. આમ આદમી પાર્ટીની સરકારમાં તેમની પાસે શહેરી વિકાસ, રેવન્યૂ, શિક્ષણ અને પીડબ્લ્યૂ જેવા મહત્વપૂર્ણ મંત્રાલય છે. એવામાં પાર્ટીના સૂત્રોનું માનીએ તો અરવિંદ કેજરીવાલ લોકસભામાં પોતાનું ભાગ્ય અજમાવશે તો દિલ્હીની કમાન મનીષ સિસોદિયાના હાથમાં સોંપશે. શિક્ષા મંત્રી તરીકે તેમણે ઓછા સમયમાં ઘણા મહત્વપૂર્ણ કામ કર્યા છે. દિલ્હીના વોટરો વચ્ચે તેમની સારી પકડ છે. એવામાં આશા છે કે પાર્ટી મનીષ સિસોદિયાને પોતાના મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરશે.

English summary
Arvind Kejriwal set to devote most of his time to the Lok Sabha elections, the AAP is likely to turn to Manish Sisodia to lead the party into the next Assembly elections.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.