• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નોટબંધી પર બબાલ: સંસદમાં હોબાળો, શિવસેના-ટીએમસીની રાષ્ટ્રપતિભવન સુધી માર્ચ

By Manisha Zinzuwadia
|

રાજ્યસભામાં સત્ર શરુ થતા જ નોટબંધી પર ટીએમસી, કોંગ્રેસ, જેડીયુ અને ડાબેરી પક્ષોએ જબરદસ્ત હોબાળો કરી દીધો હતો. 500 અને 1000 ની નોટ બંધ કરવાના વિરોધમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના પક્ષ ટીએમસી અને શિવસેનાએ રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ શરુ કરી છે અને તે રાષ્ટ્રપતિ ભવન પહોંચીને તેમને આવેદન પત્ર આપશે.

2 વાગ્યા સુધી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભામાં પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તે ગુરુવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

સપાના રાજ્યસભાના સભ્ય રામગોપાલ યાદવ

દરેક મા ની આ હાલત છે. લાઇનમાં ઉભેલી છે. ગામ, શહેરોમા લાંબી લાઇનો લાગેલી છે. ભ્રષ્ટાચારીઓ લાઇનમાં નથી. બહુ મોટા ઘોટાળાની આશંકા છે. 80% આમ જનતા પરેશાન છે. મારા 10 બોરી બટાકા સડી રહ્યા છે. ખેડૂત પરેશાન છે. કરોડોની રુપિયાની શાકભાજી ફેંકવી પડે છે.

ઉર્જા મંત્રી પિયુષ ગોએલ

ઉર્જા મંત્રી પિયુષ ગોએલે કહ્યુ કે મને લાગે છે કે નોટબંધી મુદ્દે બધા પક્ષો સરકાર સાથે આવશે પરંતુ મને સમજાતુ નથી કે બધા તેનો વિરોધ કેમ કરી રહ્યા છે. બધા પક્ષો ડરી તો નથી ગયાને કે આ મુદ્દે સરકારનો નિર્ણય લોકોને ગમી રહ્યો છે.

બસપા સુપ્રીમો માયાવતી

માયાવતીએ કહ્યું કે નાણામંત્રી તો ચહેરાથી હંમેશા દુખી લાગે છે. માયાવતીએ કહ્યુ કે ભાજપે પોતાનુ કાળુનાણુ સફેદ કરી લીધુ. તેમણે કહ્યુ કે તે નોટબંધી નહિ પરંતુ તેને જે રીતે બંધ કરવામાં આવી તેના વિરોધમાં છે. તેમણે સંયુક્ત સંસદીય સમિતિ (જીપીસી) મામલાની તપાસની માંગ કરી હતી.

કોંગ્રેસ નેતા આનંદ શર્મા

આનંદ શર્માએ કહ્યુ કે આ નાદિર શાહની સરકાર છે, મનમાની કરી રહી છે. પીએમ અને સરકારે હિંદુસ્તાનના નવયુવાનોને જે સપના બતાવ્યા અને જે વચનો આપયા તે પૂરા કર્યા નથી. તમે એક એવી દુનિયા બતાવી રહ્યા છો જે બેરોજગારી અને ભૂખમરાને વધારે છે. જૂની વસ્તુઓ પર પડદો પાડી દીધો અને નવી વસ્તુઓ સનસની બનાવીને લઇ આવ્યા. આનંદ શર્માએ 2000 ની નોટ માટે કહ્યુ કે આવી નોટ પહેલા ચૂરણ સાથે મળતી હતી. દરેક વસ્તુ પર સર્જીકલ સ્ટ્રાઇક થઇ રહી છે. પાકને ઘરમાં ઘૂસીને મારો, બદલો લેવાનો છે. કાળાનાણા પર સર્જીકલ સ્ટ્રાઇક થઇ ગઇ.. આમાં શું સર્જીકલ સ્ટ્ર્રાઇક થઇ. પહેલા તો સવાલ એ છે કે તમારી પાસે સૂચના છે કે સ્વિસ બેંકમાં કેટલા પૈસા છે. કેવો દેશ તમે બનાવી રહ્યા છો. પૈસા આપણા છે અને આપણે તે ઉપાડવા માટે ભીખ માંગવા માટે મજબૂર બની રહ્યા છે. પીએમ એ રકમ પર મર્યાદા લગાવી દીધી છે. આનાથી લાખો પ્રવાસીઓના પૈસા ફસાઇ ગયા છે. આખી દુનિયાના મોટા દેશોએ પોતાના નાગરિકોને એડવાઇઝરી મોકલી છે કે ભારત જતા પહેલા એક વાર વિચારી લો. મોદીજી, ખેડૂત ધોતીમાં ક્રેડિટ કાર્ડ નથી રાખતો. મોદીજી, તમે હિંદુસ્તાનના બધા નાગરિકોને ચેતવ્યા વિના જ અપરાધી બનાવી દીધા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

સંસદનું શિયાળુ સત્ર શરુ થતા પહેલા પીએમ મોદીએ મીડિયાને સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યુ હતુ કે આ સત્રમાં સારી ચર્ચા થશે અને બધા વિષયો પર ચર્ચા થશે. દેશના હિતમાં બધા પક્ષોનો સાથ જરુરી છે. ગયા સત્રમાં જીએસટી જેવુ મહત્વપૂર્ણ બિલ પાસ થયુ હતુ. આ એક મોટુ પગલુ હતુ. ત્યારે મે બધા પક્ષોનો આભાર માન્યો હતો.

English summary
As his government braced for a stormy start Today to the winter session of Parliament over its demonetisation decision, here is latest updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more