For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભા ચૂંટણી 2013: આ રીતે બની શકે છે દિલ્હીમાં સરકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ડિસેમ્બર: 2013ની વિધાનસભાની ચૂંટણીમાં ભલે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બનવા જઇ રહી હોય પરંતુ દિલ્હીમાં લોચો લાગી ગયો છે. દિલ્હીમાં ભાજપને 32 સીટો પર જીત મળી છે તો આમ આદમી પાર્ટીએ 28 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. આપે કોઇને પણ સમર્થન આપવાની અને લેવાની સ્પષ્ટ મનાઇ કરી દિધી છે. બીજી તરફ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ડૉ. હર્ષવર્ધને પણ વિપક્ષમાં બેસવાની વાત કહી છે. એવામાં મુખ્ય મુદ્દો એ છે કે શું દિલ્હીમાં ફરી ચૂંટણી યોજાશે. જો કે હાલમાં દિલ્હીનું રાજકીય ગણિત એકદમ ગડબડીયું જોવા મળી રહ્યું છે અને આ ગણિતથી કોઇપણ પાર્ટીની સરકાર બનાવવાની આશા જોવા મળી રહી નથી. જો કે કેટલાક રાજકીય સમીકરણો પલટાઇ જાય તો અહીં સરકાર બની શકે છે.

દિલ્હીમાં ભાજપની 32 સીટો છે. બહુમત માટે તેને 34 ધારાસભ્યો જોઇએ. પરંતુ અન્ય બે ભાજપની સાથે ભળી તો પણ સરકાર ન બની શકે. તેને વધુ બે ધારાસભ્યોનું સમર્થન જોઇશે. જો આમ આદમી પાર્ટી બહારથી સમર્થન આપે છે તો ભાજપની સરકાર બની જશે પરંતુ અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કરી દિધું છે કે તે કોઇપણ પાર્ટીને સમર્થન નહી કરે.

harsh-vardhan-kejariwal

આમ આદમી પાર્ટીને 28 સીટો મળી છે. કોંગ્રેસના ખાતામાં આઠ સીટો આવી છે. જો કોંગ્રેસ આપને બહાર સમર્થન આપે છે તો આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે. જો કે કોંગ્રેસે સંકેત પણ આપી દિધા છે કે તે આપને બહારથી સમર્થન આપી શકે છે પરંતુ અરવિંદ કેજરીવાલે સમર્થન લેવાની વાતથી સ્પષ્ટ મનાઇ કરી દિધી છે.

જો આઠ સીટોવાળી કોંગ્રેસ ભાજપને સમર્થન આપે છે તો બંને દળોની મિશ્ર સરકાર બની શકે છે પરંતુ આવું કોઇપણ સંજોગોમાં શક્ય નથી.

English summary
The BJP on Sunday inched towards wresting power in Delhi after 15 years with Congress pushed to the third position with a single digit tally by debutant AAP which has made a dent in strongholds of the ruling party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X