For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે નકારી કાઢ્યો પ્રશાંત ભૂષણનો પ્રસ્તાવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ડિસેમ્બર: આમ આદમી પાર્ટી (આપ)ના નેતા પ્રશાંત ભૂષણ દ્વારા ભાજપને મુદ્દાઓ આધારિત સમર્થન આપવાના નિવેદનને ભાજપે નકારી કાઢ્યો છે. આપ અહેલાં આપે પણ તેને પ્રશાંત ભૂષણનું વ્યક્તિગત નિવેદન ગણાવી નકારી કાઢ્યો હતો. આપે સ્પષ્ટ કહ્યું છે કે તે આ મુદ્દા પર પોતાનું જુના વલણ પર યથાવત છે. આ નો તે કોઇનું સમર્થન લેશે ના તો તે કોઇને સમર્થન આપશે. ભાજપે પણ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દિધું છે. દિલ્હીમાં ભાજપના પ્રસ્તાવિત મુખ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનને કહ્યું હતું કે જે બાબત પર પ્રશાંત ભૂષણે પોતાનું નિવેદન આપ્યું છે તે પહેલાંથી જ તેમની પાર્ટીના એજન્ડામાં છે. જો કે તે ભૂષણના નિવેદન પર કોઇ વિચાર કરવાના મૂડમાં નથી.

હર્ષવર્ધને કહ્યું હતું કે ભાજપે શરૂથી જ દિલ્હીને ભ્રષ્ટાચાર મુક્ત કરાવવા, જનલોકપાલ લાવવા અને લોકાયુક્ત જેવા સંવેદનશીલ મુદ્દાઓને પોતાના એજન્ડામાં સામેલ કર્યા છે. જો કે આના પર કોઇના કહેવાથી ફરીથી વિચાર કરી ન શકાય. પ્રશાંત ભૂષણે 29 ડિસેમ્બર સુધી જનલોકપાલ બિલને પાસ કરાવવાની વાત પુનરાવર્તિત કરી હતી.

બીજી તરફ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે પ્રશાંત ભૂષણની સલાહ સાથે તે સહમત નથી. તેમને કહ્યું હતું કે પહેલાં આપ ભાજપને સમર્થન આપીને સરકાર બનાવે. ત્યારબાદ રાજ્યના કામકાજને સુચારુ રીતે થવા દે. તેમને સ્પષ્ટ કહ્યું હતું કે શરતોના આધારે કામ ન કરી શકાય.

harsh-vardhan

શિવસેના અને ભાજપના વલણ બાદ ફરી એકવાર દિલ્હી રાષ્ટ્રપતિ શાસનની તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ અને ડૉ. હર્ષવર્ધન બંને જ વિપક્ષમાં બેસવાની વાત કહી રહ્યાં છે. હવે આ બાબત પર ઉપરાજ્યપાલનો નિર્ણય કરાશે.

તો બીજી તરફ ભાજપ નેતા રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું હતું કે અમે દિલ્હીમાં સરકાર નહી બનાવીશું. રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું હતું કે અમારી પાસે સરકાર બનાવવાનો આંકડો નથી, એટલા માટે ઉપ રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવાનું આમંત્રણ મળતાં પણ અમે સરકાર બનાવીશું નહી.

બીજી તરફ દિલ્હી ભાજપના નેતા વિજય ગોયલે કહ્યું હતું કે અમે સરકાર બનાવવાની સ્થિતીમાં નથી એટલા માટે કિરણ બેદી અને પ્રશાંત ભૂષણની સલાહ પર વિચાર ન કરી શકીએ. તે કયા આધારો પર વાત કરી રહ્યાં છે, એ અમે પણ જાણતા નથી, એટલા માટે તેમની સલાહ પર ધ્યાન આપવું બેઇમાની છે. જ્યાં સુધી ઉપ રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવાનો પ્રશ્ન છે તો જોયું જશે, અમે વિચાર કરીશું, પહેલાં આમંત્રણ આવવા દો.

English summary
Refuting Prashant Bhushan's claim that the BJP would not be able to deliver on the AAP's promise of eradicating corruption in Delhi, Harsh Vardhan said the BJP had always promised to do the same.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X