'વાઢેરા જમીન સોદામાં સીબીઆઇ તપાસ'

પ્રકાશ જાવેડકરે આરોપ લગાવ્યો હતો કે હરિયાણા સરકારે પણ રોબર્ટ વાઢેરાને બિનજરૂરી પસંદગી આપી છે. ભાજપના નેતાએ આરોપ લગાવ્યો હતો કે રોબર્ટ વાઢેરા સંબંધિત ફર્મને જમીન ખરીદી માટે અસુરક્ષિત લોન આપવામાં આવી અને ત્યારબાદ જમીન મોંઘા ભાવે પાછી ખરીદવામાં આવી.
તેમને કહ્યું હતું કે 'અમે કોર્ટની નજર હેઠળ સીબીઆઇ પાસે રોબર્ટ વાઢેરા જમીન સોદાની તપાસની માંગણી કરીએ છીએ. તેમને રોબર્ટ વાઢેરાને 'જીજાજી' કહીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર ટોન્ટ માર્યો હતો.
ઇન્ડો-એશિયન ન્યૂઝ સર્વિસ












Click it and Unblock the Notifications
