બીએસપી નેતા દિપક ભારદ્વાજના હત્યારાઓનો થયો ખુલાસો

પોલીસે બે શૂટરોના નામ સુનિલ અને પુરૂષોત્તમ હોવાનું જણાવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે દિપક ભારદ્વાજની હત્યામાં જે સ્કોડા કાર ઉપયોગ લેવામાં આવી છે તેને ઝડપી પાડી છે. કારના માલિકનું નામ રાકેશ હોવાનું જણાવ્યું હતું.
પોલીસના મત મુજબ પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે સુનિલે આઠ લાખ રૂપિયામાં આ કાર ખરીદી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના માધ્યમથી બધા હત્યારાઓ સહિત રાકેશની પણ ઓળખ કરી લીધી હોવાનો દાવો કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 26 માર્ચના રોજ બહુજન સમાજ પાર્ટી (બસપા)ના નેતા દિપક ભારદ્વાજની સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ દક્ષિણી દિલ્હીના રાજોકરી સ્થિત એક ફાર્મહાઉસમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી હતી. વર્ષ 2009માં લોકસભાની ચુંટણીમાં બસપાના ઉમેદવાર રહેલા દિપક ભારદ્વાજ 603 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક ઉમેદવાર રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
