કોંગ્રેસ મોદીના બદલે ઉત્તરાખંડ પર ધ્યાન આપે: ભાજપા
નવી દિલ્હી, 24 જૂન: ભાજપાએ ઉત્તરાખંદ ત્રાસદી પર રાજકીય નિવેદનબાજી કરવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી અને કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટીના નેતાઓને પોતાનું ધ્યાન રાહત તથા બચાવ અભિયાનો પર કેન્દ્રિત કરવું જોઇએ.
ભાજપા પ્રવક્તા શ્રીકાંત શર્માએ કેટલાક કોંગ્રેસી નેતાઓ દ્વારા નરેન્દ્ર મોદીની ટીકા કરવા બદલ કહ્યું હતું કે ગુજરાત આવી આપત્તિઓને લઇને સંવેદનશીલ છે કારણ કે તેને આ પહેલાં આવી મુશ્કેલીઓ વેઠી છે અને તેનો સામનો કર્યો છે.

શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે નમોનિયાથી પીડિત છે અને ભાજપા નેતાઓ વિરૂદ્ધ નિવેદનબાજી આપવાના બદલે તેમને રાહતકાર્યો અને આપત્તિ પ્રભાવિત રાજ્યમાં ફસાયેલા હજારો લોકોને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. તેમને કહ્યું હતું કે વર્તમાન સમયમાં ઉત્તરાખંડમાં રાહત અને બચાવ અભિયાનમાં ગુજરાતના 25 અધિકારીઓ જોડાયેલા છે.
આ સાથે જ હરિદ્વાર અને દહેરાદૂનમાં કન્ટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યાં છે. તેમને કહ્યું હતું કે ત્યાં ફસાયેલા ઘણા લોકોને કાઢવામાં આવ્યાં છે. શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીએ રેલવે મંત્રીને ટ્રેનો અને ડબ્બા વધારવા માટે પત્ર લખ્યો છે જેથી લોકોને નિકાળવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય.












Click it and Unblock the Notifications
