કોન્સ્ટેબલ મૃત્યુ કેસ: બન્ને પ્રત્યક્ષદર્શીને મળી નોટિસ

ઉલ્લેખનીય છે કે બુધવારે કોન્સ્ટેબલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. દિલ્હીમાં ગેંગરેપની સામે પ્રદર્શન દરમિયાન પડી ગયેલા દિલ્હી પોલીસના કોન્સ્ટેબલનું મૃત્યુનું કારણ ગળાના ભાગે અને છાતીના ભાગે પહોંચેલી ઇજાના કારણે હૃદયનો હુમલો થયો હતો. પોલીસ કમિશ્નર કે.સી દ્વિવેદીએ બુધવારે મીડિયાને જણાવ્યું કે કોન્સ્ટેબલનું મૃત્યુ તેમના ગળા અને છાતીમાં કોઇ ભારે વસ્તુના મારના કારણે થયું હતું.
અત્રે નોંધનીય છે બે પ્રત્યક્ષદર્શીઓએ કોન્સ્ટેબલ સુભાષ તોમરને અચાનક પડતા જોયા હતા. તેમનું કહેવું છે કે તોમર ભીડથી ન્હોતા કચડાયા, બલકે દોડતી વખતે તેઓ પડી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા. જોકે આરએમએલ હોસ્પિટલના ડોક્ટર પણ પોલીસના આરોપોને નકારે છે. મીડિયા ફૂટેજમાં પણ મુર્છીત પડેલા કોન્સ્ટેબલને એક યુવક અને યુવતી મદદ કરતા દેખાઇ આવે છે. મદદ કરી રહેલા યુવકનું નામ યોગેન્દ્ર છે અને યુવતીનું નામ પાઓલીન છે.












Click it and Unblock the Notifications
