For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બાયોટેકના કોવેક્સિનને આ અઠવાડિયે WHO ની મંજૂરી મળી શકે છે - સૂત્રો

ગત વર્ષે દેશમાં કોરોના રોગચાળો ફેલાયો, ત્યારે જ વૈજ્ઞાનિકોએ તેની રસી પર કામ શરૂ કર્યું છે. હાલમાં સીરમ સંસ્થા (SII) અને ભારત બાયોટેક દેશમાં રસીનું ઉત્પાદન કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : જ્યારે ગત વર્ષે દેશમાં કોરોના રોગચાળો ફેલાયો, ત્યારે જ વૈજ્ઞાનિકોએ તેની રસી પર કામ શરૂ કર્યું છે. હાલમાં સીરમ સંસ્થા (SII) અને ભારત બાયોટેક દેશમાં રસીનું ઉત્પાદન કરી રહ્યા છે. WHO એ આંતરરાષ્ટ્રીય સ્તરે SII ની રસી કોવિશિલ્ડને માન્યતા આપી હોવા છતાં, ભારત બાયોટેકના ડેટામાં વિલંબને કારણે રસીની મંજૂરી અટકી પડી હતી. હવે આ અંગે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.

Covexin

ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ ભારત બાયોટેક દ્વારા રજૂ કરેલા ડેટાનું વિશ્લેષણ કર્યું છે. એવી અપેક્ષા છે કે, રસી આ અઠવાડિયે મંજૂર થઈ જશે. વિપક્ષ પણ રસીની માન્યતાને લઈને સરકાર પર સતત સવાલો ઉઠાવી રહ્યું હતું, ત્યારબાદ આરોગ્ય મંત્રાલય એક્શનમાં આવ્યું અને તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ, દસ્તાવેજો WHO ને મંજૂરી માટે મોકલ્યા હતા.

રસી લેનારાઓને ફાયદો થશે

હાલમાં તમામ દેશો કોરોનાને લઈને કડક કાર્યવાહી કરી રહ્યા છે. ઘણા ભારતીયો છે, જેમણે રસીના બંને ડોઝ લીધા છે, પરંતુ તેમ છતા ઘણા દેશોમાં તેમને આવવાની આપવામાં આવતી નથી. તેની પાછળનું કારણ એ છે કે, રસી WHO દ્વારા માન્ય નથી. હવે જલદી તે મંજૂર થઈ જાશે, જેથી આવી રસી લેતા લોકો દરેક દેશમાં મુસાફરી કરી શકે છે.

રસીકરણની આંકડાકીય માહિતી

રવિવારના રોજ જાહેર થયેલા આંકડાઓ અનુસાર દેશમાં 74 કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવી છે. આમાં 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છે, જ્યાં પ્રથમ ડોઝ 100 ટકા વસ્તીને આપવામાં આવી છે. જેમાં ગોવા, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, સિક્કિમ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી અને દમણ-દીવનો સમાવેશ થાય છે.

English summary
Although the WHO has recognized the SII vaccine Covishield internationally, the approval of the vaccine has stalled due to delays in India Biotech data. Now a relief news has come out about this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X