For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ડેન્ગ્યુનો આતંક, 600થી વધુ લોકો ડેન્ગ્યુની ઝપેટમાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

dengue
નવી દિલ્હી, 23 ઑક્ટોબર: રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના તાવથી પીડાતા લોકોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સોમવારે દિલ્હીમાં 33 લોકો ડેન્ગ્યુથી પીડાતા હોવાની પુષ્ટી સાથે આ આંકડો 685 સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે અત્યાર સુધી ડેન્ગ્યુના કારણે બે બાળકોના મોત નિપજ્યાં છે.

મળતી માહિતી મુજબ દક્ષિણી દિલ્હી નગર નિગમમાં અત્યાર સુધી ડેન્ગ્યુના 256 કેસ, ઉત્તરી દિલ્હી નગર નિગમમાં 227 કેસ, અને પૂર્વી દિલ્હી નગર નિગમમાં 171 કેસ સામે આવ્યાં છે. આ સિવાય અન્ય બે કેસમાં એનડીએમસી અને છવણી વિસ્તારમાં કેસ જોવા મળ્યાં છે. ડેન્ગ્યુના 685 કેસમાં સાત કેસ દિલ્હી બહારના છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજધાનીમાં ડેન્ગ્યુના 548 કેસ જોવા મળ્યા હતા.

English summary
With more than 600 dengue cases reported in Delhi so far, the residents in this Congress-ruled state are in a state of panic and seeking urgent medical advice to save themselves from the fast spreading vector-borne infection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X