For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપ કેસ : 5 આરોપીઓને સાકેત કોર્ટમાં હાજર કરાયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જાન્યુઆરી: દિલ્હી ગેંગ રેપ કેસના છમાંથી પાંચ આરોપીઓને દિલ્હીની સાકેત કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે.જ્યારે છઠ્ઠો આરોપી સગીર વયનો છે એ દાવા ઉપર જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં સુનાવણી થશે. સાકેત કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટને સોંપી દેવાશે. જે બાદ દિલ્હી ગેંગરેપ કેસની સુનાવણી દરરોજ થશે.

અપડેટ : 12.15 PM

દિલ્હી ગેંગરેપ કેસની આજથી રોજ સુનાવણી, આરોપીઓને હાજર કરાશે

દિલ્હી ગેંગરેપની આજથી સુનાવણી થશે. આ કેસમાં આજથી રોજ સુનાવણી થશે. ધરપકડ કરવામાં આવેલા અક્ષય ઠાકુરને આજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.

આ પહેલાંના ઘટનાક્રમમાં સજાથી બચવા માટે જોરદાર કવાયદ હેઠળ દિલ્હીમાં થોડા દિવસો પહેલાં સામે આવેલી દિલ્હી ગેંગરેપના છ માંથી બે આરોપીઓને રવિવારે કોર્ટમાં કહ્યું હતું કે તે સરકારી સાક્ષી બનવા માંગે છે જ્યારે બે અન્ય આરોપીઓએ કાનૂની મદદની અરજ કરી છે.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જ્યોતિ કલેર સમક્ષ રજૂ કરવામાં આવેલા ચાર આરોપીઓમાં પવન ગુપ્તા અને વિનય શર્મા નામના બે આરોપીઓએ સરકારી વકીલની મદદ લેવાની મનાઇ કરી દિધી છે અને છોકરી સાથે સામૂહિક બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યાના કેસમાં સાક્ષા બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પવન અને વિનય સિવાય રામ સિંહ અને તેના ભાઇ મુકેશને પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા જેમને પોતાના બચાવ માટે સરકારી વકિલની મદદ માંગી હતી.

delhi-gang-rape

આ દરમિયાન મેજિસ્ટ્રેટે આરોપીઓની ન્યાયિક કસ્ટડી 19 જાન્યુઆરી સુધી વધારી દિધી છે અને કહ્યું છે કે સાત જાન્યુઆરીના રોજ સંબંધિત કોર્ટમાં હાજર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ જાન્યુઆરીએ આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલ આરોપ-પત્રને સંજ્ઞાન બાદ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આ કેસમાં તે હાલ તો નવ જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. આ કેસનો છઠ્ઠો આરોપી એક કિશોર છે જેના મુદ્દે કિશોર ન્યાય બોર્ડ સુનાવણી કરશે.

English summary
All the five accused in the Delhi gang-rape and murder case will be produced before a court here on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X