ગેંગરેપના આરોપીની સુનાવણી ફાસ્ટ ટ્રેકમાં થવી જોઇએ : દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસ કમિશ્નર નિરજ કુમારે કહ્યું હતું કે પોલીસે ઘટનાના 24 કલાકની અંદર જ ધરપકડ કરી લીધી છે તેમને કહ્યું હતું કે તેમને ફક્ત બસ પર લખેલા નામનો પુરાવો મળ્યો હતો. બસ દિલ્હીના આર કે પુરમના સેક્ટર-3 વિસ્તારમાંથી મળી હતી.
દિલ્હી પોલીસ કમિશ્નર નિરજ કુમારે કહ્યું હતું કે એક આરોપી રાજસ્થાનમાંથી પકડાયો હતો. આ શરમજનક ઘટના બાદ પિડીતા અને તેના મિત્રને બસની બહાર ફેંકવામાં આવ્યા હતા અને પુરાવા નષ્ટ કરવા માટે બસને ધોવામાં આવી હતી.
નિરજ કુમારે કહ્યું હતું કે અમે માંગણી કરીએ છીએ કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેકમાં થાય અને દરરોજ આ કેસની સુનાવણી કરવામાં આવે. બળાત્કાર પીડીત છોકરીની સ્થિતીમાં સુધારો છે પરંતુ તે હજુ સુધી ગંભીર છે.












Click it and Unblock the Notifications
