For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી MCDમાં 5 વર્ષમાં 5 મેયર બદલાશે, જાણો શું કહે છે MCD એક્ટ?

દિલ્હી મહાનગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવીને 15 વર્ષથી સત્તામાં રહેલી બીજેપીને બહારનો રસ્તો દેખાડ્યો છે. બીજેપીને હરાવતા આમ આદમી પાર્ટીએ 134 સીટો મેળવીને સત્તા પર કબ્જો કર્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હી મહાનગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવીને 15 વર્ષથી સત્તામાં રહેલી બીજેપીને બહારનો રસ્તો દેખાડ્યો છે. બીજેપીને હરાવતા આમ આદમી પાર્ટીએ 134 સીટો મેળવીને સત્તા પર કબ્જો કર્યો છે. હવે આમ આદમી પાર્ટીનું ધ્યાન મેયરની પસંદગી પર હશે. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે એ જાણવુ મહત્વનું છે કે MCD એક્ટ અનુસાર દર વર્ષે મેયર બદલાય છે.

Delhi MCD

દિલ્હીમાં MCDની ચૂંટણી પાંચ વર્ષમાં માત્ર એક વાર થાય છે. મેયરની સીધી ચૂંટણી ન થતા પાર્ષદો પસંદ કરે છે. કાઉન્સિલરો દર વર્ષે નવા મેયરની પસંદગી કરે છે. MCD ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળે તે પાંચ વર્ષ સુધી સત્તામાં રહે છે. પરંતુ મેયરનો કાર્યકાળ માત્ર એક વર્ષનો છે.

અહીં એ જાણવુ જરૂરી છે કે, MCDમાં જે પાર્ટીને બહુમત મળે તે પાર્ટીનો જ મેયર હોય છે. આ સંજોગોમાં ગૃહની પ્રથમ બેઠક મળશે ત્યારે મેયરની પસંદગી થશે. ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી જ મેયર પદ માટે દાવેદારી રજૂ કરાશે. આ માટે મેયર પોતે નોમિનેટ કરશે અને ત્યારબાદ કાઉન્સિલરો નવા મેયરની પસંદગી કરશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ અનુસાર, નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી દર વર્ષે એપ્રિલ મહિનામાં થનારી પ્રથમ બેઠકમાં કરાય છે.

અહીં એ જાણવુ પણ અગત્યનું છે કે દિલ્હી એમસીડીમાં પહેલા વર્ષે મેયર પદ મહિલા કાઉન્સિલર માટે આરક્ષિત હોય છે. ત્યારબાદ આગળના વર્ષે પુરૂષો પણ મેયર બની શકે છે. ત્રીજા વર્ષે અનુસુચિત જાતી માટે મેયર પદ આરક્ષિત રહે છે. ત્યારબાદ છેલ્લા બે વર્ષ કોઈપણ મેયર બની શકે છે.

English summary
Delhi MCD will change 5 mayors in 5 years, know what the MCD Act says?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X