પોલીસકર્મીઓ સુભાષના પરિવારને એક દિવસનો પગાર આપશે
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: દિલ્હી પોલીસ કોન્સ્ટેબલના મોત પર દિલ્હી જોઇન્ટ કમિશ્નર ઑફ પોલીસ વીવી ચૌધરીએ કહ્યું હતું કે કોન્સ્ટેબલ સુભાષ તોમર એક મહેનતી જવાન હતો. તે ફરજ માટે ક્યારેય પીછે હટ કરતો નહી. વીવી ચૌધરીના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસના લોકો સુભાષના પરિવાર માટે એક દિવસનો પગાર આપવાનો નિર્ણય કર્યો છે, તે આજે પણ હંગામો જોતાં 9 મેટ્રો સ્ટેશન બંધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઇન્ડિયા ગેટ પર રવિવારે યોજાયેલા પ્રદર્શન દરમિયાન ઇજાગ્રસ્ત પામેલા કોન્સ્ટેબલ સુભાષ તોમરનું આજે સવારે મોત નિપજ્યું છે. કોન્સ્ટેબલ સુભાષ તોમર ગેંગરેપ વિરૂદ્ધ યોજાઇ રહેલા પ્રદર્શન દરમિયાન જખ્મી થયો હતો. તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કોન્સ્ટેબલ સુભાષ તોમર પર ભીડે હુમલો કર્યો હતો અને ત્યાર તેમને હાર્ટટેકનો દોરો પડ્યો હતો. હોસ્પિટલમાં તે વેન્ટીલેટર પર હતા. આજે સવારે તેમને બચાવવા માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યાં હતા.













Click it and Unblock the Notifications
