For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે પણ 'લૂ' થી નહીં મળે રાહત, જાણો કેટલું રહેશે તાપમાન?

રાષ્ટ્રીય રાજધાનીમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. IMDએ તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે, આજે પણ દિલ્હીવાસીઓને હીટવેવથી રાહત મળવાની નથી. લોકોને ગરમ પવનો (લૂ) નો સામનો કરવો પડશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 07 એપ્રીલ : રાષ્ટ્રીય રાજધાનીમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. IMDએ તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે, આજે પણ દિલ્હીવાસીઓને હીટવેવથી રાહત મળવાની નથી. લોકોને ગરમ પવનો (લૂ) નો સામનો કરવો પડશે, આજે રાજધાનીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે.

યલો એલર્ટ જાહેર

યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ મહિનામાં દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી.

આગામી બેદિવસમાં દિલ્હીનું તાપમાન પણ 41 ડિગ્રીને આંબી શકે છે, જેથી હવામાન વિભાગે દરેકને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની સલાહ આપી છે.

ખાનગી હવામાન એજન્સીસ્કાયમેટે પણ જણાવ્યું છે કે, દિલ્હીમાં 12 એપ્રીલ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. જેથી લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશે.

દિલ્હીની હવાની ગુણવત્તા પણ નબળી રહી

દિલ્હીની હવાની ગુણવત્તા પણ નબળી રહી

આજે સવારે દિલ્હીની હવાની ગુણવત્તા પણ ખરાબ હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા દર્શાવે છે કે, સવારે 7 કલાકે કલાકદીઠ હવા ગુણવત્તા સૂચકાંક (AQI)273 હતો. બુધવારના રોજ 24 કલાકની સરેરાશ AQI 248 હતી.

આજે સવારે દિલ્હીમાં AQIની સ્થિતિ

આજે સવારે દિલ્હીમાં AQIની સ્થિતિ

  • પુસા, દિલ્હી - 273 AQI ખરાબ
  • પંજાબી બાગ - 274 AQI ખરાબ
  • શાદીપુર - 275 AQI ખરાબ
  • દિલ્હી મિલ્ક સ્કીમ કોલોની - 271 AQI ખરાબ
  • અશોક વિહાર -254 AQI ખરાબ
  • દ્વારકા - 256 QI ખરાબ
  • લોધી રોડ, 264 AQI ખરાબ

શૂન્ય અને 50 વચ્ચેનો AQI 'સારો', 51 અને 100 'સંતોષકારક', 101 અને 200 'મધ્યમ', 201 અને 300 'નબળું', 301 અને 400 'ખૂબ જ ખરાબ' અને 401 વધુ 500ને'ગંભીર' ગણવામાં આવે છે.

English summary
Even today also will not get relief from 'heat wave', know what will be the temperature?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X