ગેંગ રેપ: પાંચમાં આરોપીની ધરપકડ, પર્સ-મોબાઇલ જપ્ત

આ મામલે ચાર આરોપીઓની પહેલા જ ધરપકડ કરી લીધી છે. મુકેશ તિહાડ જેલમાં કાનૂનિ હિરાસતમાં છે, બાકી ત્રણે, રામસિંહ, પવન, અને વિનય હાલમાં પોલીસ રિમાન્ડ પર છે. દિલ્હી પોલીસને આજે જ આ મામલે પોતાની સ્ટેટ્સ રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવાની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીની બદાયુંમાંથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે તેનું નામ એટલા માટે નથી જણાવ્યું કે તેના ઉંમરની હજી તપાસ કરવાની છે. જો તે સગીર હોય તો તેનું નામ જાહેર કરવામાં આવશે નહી. કહેવાય છે કે હિરાસતમાં જેની પૂછતાછ કરાઇ રહી છે તે એક અન્ય આરોપી અક્ષય ઠાકુરનો સંબંધી છે, પરંતુ આધિકારીક રીતે આ મામલે તેની પુષ્ટી કરવામાં આવી નથી.
આ પહેલા ગુરુવારે પીડિત છોકરીના મિત્રએ ઓળખ પરેડમાં એક આરોપીને પહેલી નજરે જ ઓળખી નાખ્યો. મુકેશ આરોપી અને બસ ડ્રાઇવર રામસિંહનો ભાઇ છે, જે એ રાત્રે બસ ચલાવી રહ્યો હતો. પીડિત યુવતી હજી પણ સફદરજંદ હોસ્પિટલમાં દાખલ છે તેની હાલત હજી પણ નાજુક છે.












Click it and Unblock the Notifications
