For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાફિઝે ફરી ઓક્યું ઝેર, 'હિન્દુ આતંકવાદ પર પ્રતિબંધ લાદે UN'

|
Google Oneindia Gujarati News

hafiz saeed
નવી દિલ્હી, 25 જાન્યુઆરી: લશ્કર-એ-તૈયબાનો હાફિઝ સઇદે એકવાર ફરી ભારતની સામે ઝેર ઓક્યું છે. આ વખતે તેણે ટ્વિટરનો સહારો લીધો છે. પીઓકેના પૂર્વ પીએમ સરદાર અતીકની સાથે આવેલા પ્રતિનિધિમંડળ સાથે મુલાકાતની જાણકારી આપતા તેણે જણાવ્યું કે કાશ્મીરને ભારત પાસેથી આંચકી નહીં લઇએ ત્યાં સુધી ચૂપ નહી બેસીએ. સાથે સાથે તેણે ભારતમાં હિન્દુ આતંકવાદ પર પ્રતિબંધ લગાવવા માટે યુએન પાસે માગ કરવાની વાત પણ કરી છે.

હાફિઝે શુક્રવારે એક પછી એક ઘણી ટ્વિટ કરી. તેણે પોતાના નિશાને ભારતને જ લીધું હતું. તેણે લખ્યું હતું કે 'કાશ્મીરમાં પાકિસ્તાનનો અભિન્ન અંગ છે. અમે તેને મેળવીને જ ઝંપીશું. કાશ્મીર અને પાકિસ્તાન પર અલ્લાહની મહેરબાની છે. અમે સંઘર્ષમાં હંમેશા એક રહીશું.'

બીજા ટ્વિટમાં તેણે લખ્યું કે ભારતે કાશ્મીરને ગુમનામીના અંધારામાં ધકેલી દેવામાં આવ્યું છે, જ્યારે પાકિસ્તાન હંમેશા કાશ્મીરની સાથે ઉભું રહ્યું છે. તેમજ તથાકથિત મહાશક્તિઓ બલિદાનાની આગળ ઝૂકવું પડ્યું છે. આ પાઠ અફગાન અને કાશ્મીરી દુનિયાને શીખવાડી રહ્યા છીએ. કાશ્મીર દુનિયાના સૌથી વિવાદોમાનું એક છે, જેનું તુરંત સમાધાન થવું જોઇએ.

હાફિઝે જણાવ્યું કે જેવી રીતે અમેરિકા અને નાટોને અફઘાનિસ્તાન છોડ઼વું પડી રહ્યું છે, તેવી જ રીતે ભારતને બેઇજ્જતી સાથે કાશ્મીર છોડવું પડશે. કાશ્મીરની આઝાદીનું સંઘર્ષ આજે રાજનૈતિક અને સૈનિકરીતે ખુબ જ મજબુત છે. તેણે જણાવ્યું કે અધિકૃત કાશ્મીરની વિધાનસભામાં એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. તેમાં યુએનથી ભારતના હિન્દુ આતંકવાદી સમૂહ પર પ્રતિબંધ લાદવાની માગ કરવામાં આવશે. તેણે એકવાર ફરી ભારત પર આરોપ લગાવ્યા છે કે તેણે પાકિસ્તાને નુકસાન પહોંચાડવામાં કોઇ કસર બાકી નથી છોડી.

English summary
Hafiz Saeed tweets, request to UN ban the Hindu terror group in india.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X