For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી લાજપત નગર બોમ્બ બ્લાસ્ટ કેસમાં 2 આરોપી નિર્દોષ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 નવેમ્બર: 1996માં દિલ્હીના લાજપત નગર બોમ્બ બ્લાસ્ટમાં 2 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે જ્યારે એકની સજાને ઉંમરકેદમાં ફેરવવામાં આવી છે. આ સાથે સાથે એક આરોપીની ફાંસીની સજા યથાવત રાખી છે.

દિલ્હી હાઇકોર્ટે ગુરૂવારે પોતાના ફેંસલામાં આતંકવાદી મોહંમદ જાવેદની ઉંમરકેદની સજા યથાવત રાખી છે અને આતંકવાદી મોહંમદ નૌશાદની ફાંસીને ઉંમરકેદમાં ફેરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિચલી કોર્ટે આ કેસમાં ત્રણ આરોપીઓને મોતની સજા આપી હતી જ્યારે એક આરોપીને ઉંમરકેદની સજા સંભળાવી હતી.

બે આરોપીઓની મોતની સજાને નકારી કાઢી છે આ ઉપરાંત પુરતાં પુરાવા ન હોવાથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. નિચલી કોર્ટે આ કેસમાં ત્રણ આરોપીઓને મોત સજા સંભળાવી હતી જ્યારે એક આરોપીને ઉંમરકેદની સજા સંભળાવી હતી. મોતની સજાની વિરોધમાં આરોપીએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે 1996માં દિલ્હીના લાજપત નગરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 13 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 39 લોકો ઇજાગ્રસ્ત પામ્યા હતા.

English summary
The Delhi High Court on Thursday slammed the Delhi Police for having conducted a shoddy probe in the 1996 Lajpat Nagar blast case, while acquitting two convicts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X