For Daily Alerts
ઑનર કિલિંગ કેસમાં દિલ્હીના પરિવારના 5 લોકોને ફાંસીની સજા
નવી દિલ્હી, 5 ઑક્ટોબર: 2010માં દિલ્હીમાં થયેલા ઑનર કિલિંગના કેસમાં એક જ પરિવારના 5 સભ્યોને ફાંસીની સજા સંભળાવી છે. શુક્રવારે રોહિણી ડ્રિસ્ટ્રીક કોર્ટે આ કેસનો ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટે છોકરીના માતા-પિતા, કાકા-કાકી સહિત 5 લોકોને ફાંસીની સજા સંભળાવી હતી.
ઉલ્લેખનીય છે કે આ ઘટના 2010માં દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં બની હતી. પરિવારના લોકોએ પ્રેમી પંખીડાઓની નિર્મમ હત્યા કરી હતી. પહેલાં તેમને ડંડા અને લાતોથી માર માર્યો હતો અને ત્યારબાદ બંનેને કરંટ આપી હત્યા કરી દિધી હતી.
યોગેશ અને આશા એકબીજાને પ્રેમ કરતા હતા. બંને લગ્ન કરવા માંગતાં હતા એ વાત પરિવારજનો જાણતાં હતાં. છોકરો બીજી જ્ઞાતિનો હતો એટલે આશાના ઘરવાળાઓને આ સંબંધ મંજૂર ન હતો. આશાના પરિવારજનોએ ખોટી શાન માટે બંને હત્યા કરી દિધી હતી.