For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત કેસમાં IB અને CBI વચ્ચે કલેહની વાત બકવાસ: સરકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ishrat-jahan-encounter
નવી દિલ્હી, 17 જુલાઇ: ઇશરત કેસ મુદ્દે આઇબીના અધિકારીઓ પર કેસ ચલાવવાના મુદ્દે આઇબી અને સીબીઆઇ વચ્ચે કોઇ પ્રકારના ઝઘડા અંગે સરકારે મનાઇ કરી દિધી છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી આર પી એન સિંહે કહ્યું હતું કે આઇબી અને સીબીઆઇ વચ્ચે ઝઘડાનો સવાલ જ ઉઠતો નથી.

પૂછવામાં આવ્યું હતું કે શું સીબીઆઇ અને આઇબી વચ્ચે ઝઘડાના કારણે દેશની આંતરિક સુરક્ષા વચ્ચે સમાધાન થશે નહી, આર પી એન સિંહે કહ્યું હતું કે સીબીઆઇ અને આઇબી દેશ મુખ્ય સંસ્થા છે. આ મુદ્દે આંતરિક સુરક્ષાને કોઇ ખતરો થશે નહી.

તેમને કહ્યું હતું કે રાજકીય પક્ષો અને પ્રેસના લોકો આવી (સીબીઆઇ અને આઇબી) મુખ્ય સંસ્થાઓને નુકસાન ન પહોંચાડવું જોઇએ. આ ગંભીર સંગઠન છે અને એક બીજા પર કીચડ નથી ઉછાળી રહ્યા પરંતુ સમાચારો અને ટેલિવિઝન ચેનલોમાં ખોટી રીતે સમાચારો રજૂ કરવામાં આવે છે જ્યારે તેમાં કોઇ સચ્ચાઇ નથી. કીચડ ઉછાળવાનું કામ મીડિયા કરી રહ્યું છે.

રાજ્યકક્ષાના મંત્રીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું ઇશરત જહાં કેસે માહોલ ખરાબ નથી કરી દિધો તો એવું લાગે છે કે વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર સહિત આઇબી અધિકારીઓ પર કેસ ચલાવવાને લઇને આઇબી અને સીબીઆઇ વચ્ચે જામી ગઇ છે.

19 વર્ષીય ઇશરત જહાં મુંબઇની એક કોલેજની વિદ્યાર્થીની હતી. તેને અને અન્ય ત્રણ લોકોને 2004માં બનાવટી એન્કાઉન્ટરમાં ગુજરાત પોલીસ ઠાર માર્યા હતા. એન્કાઉન્ટરમાં ઇશરત જહાં ઉપરાંત પ્રાણેશ પિલ્લઇ (ઉર્ફે જાવેદ ગુલામ શેખ), અજમદ અલી રાણા અને જીશાન જૌહર મોતને ભેટ્યાં હતા.

અમદાવાદની કોર્ટે ત્રણ જુલાઇ રોજ દાખલ કરેલ સીબીઆઇના આરોપપત્રના મુજબ ચારેય બનાવટી એન્કાઉન્ટરમાં મૃત્યું પામ્યા હતા. આરોપપત્રમાં કહેવામાં આવ્યું હતું કે ઇશરત જહાં અને અન્ય ત્રણ લોકોને ગેરકાયદેસર રીતે બંધી બનાવીને રાખવામાં આવ્યા હતા. તેમને 15 જૂન 2004ના રોજ માર્યા પહેલાં બેભાન કરવાની દવા આપવામાં આવી હતી.

સીબીઆઇના આરોપપત્રમાં કહેવામાં આવ્યું હતું કે એજન્સી પાસે આ સાબિત કરવા માટે પુરાવા છે ચારેય લોકોને ગેરકાયદેસર રીતે બંધી બનાવીને રાખવામાં આવ્યા હતા અને પછી તેમને મારવામાં આવ્યા હતા, પરંતુ સીબીઆઇના આરોપપત્રમાં એ ઉલ્લેખ નથી કે ઇશરત અને અન્ય આતંકવાદી હતા કે નહી.

આર પી એન સિંહને પૂછવામાં આવ્યું હતું કે શું પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાની સભ્ય હતી અને મુંબઇના આતંકવાદી હુમલાના આરોપી હેડલીએ એનઆઇએને આ વાત કહી હતી તો આર પી એન સિંહે કહ્યું હતું કે આવા મુદ્દાઓ પર ટિપ્પણી કરવા માંગતા નથી કારણ કે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પહેલાં આ અંગે વાત કરી ચૂક્યાં છે.

સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલય મુંબઇ આતંકવાદી હુમલાના આરોપી ડેવિડ હેડલી દ્વારા આપવામાં આવેલી જાણકારીનો ખુલાસો કરી ન શકે કારણ કે ગોપનિયતાને લઇને અમેરિકા સાથે કરાર કરવામાં આવ્યા છે.

English summary
Government on Wednesday denied two premier organisations of the country the CBI and IB were fighting with each other over the issue of prosecuting IB officials in the IshratJahan fake encounter case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X