દિલ્હીમાં 11મા ધોરણની વિદ્યાર્થી સાથે વધુ એક ગેંગરેપ

પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી તેમને સાકેત કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યાં હતા. આ ઘટના સફદરજંગ વિસ્તારમાં બની હતી. પીડિત છોકરી કિશોરી છે અને તે 11 ધોરણમાં ભણે છે.
આઇટી કંપનીમાં કામ કરતા હતા આરોપીઓ
આરોપીઓ જાણીતી આઇટી કંપનીમાં કામ કરે છે. કહેવામાં આવે છે કે બંને આરોપીઓમાંથી એક વ્યક્તિની મિત્રતા છોકરી સાથે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના માધ્યમથી થઇ હતી. ન્યૂ ઇયર દરમિયાન છોકરીને મળવા બોલાવવામાં આવી હતી ત્યારબાદ તેમને છોકરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. છોકરીની મેડિકલ તપાસ કરવામાં આવી છે જેમાં બળાત્કારની પુષ્ટી થઇ ગઇ છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર છોકરીએ આરોપ લગાવ્યો હતો કે તેને નશીલું પીણું પીવડાવવામાં આવ્યું ત્યારબાદ તેને ચક્કર આવવા લાગ્યા. ત્યારબાદ બંને તેને દક્ષિણ દિલ્હીમાં એક ફ્લેટમાં લઇ ગયા. જ્યાં બંને મિત્રોએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને તેને છોડીને ભાગી ગયા.
સફદરજંગ પોલીસમથકે પહોંચી છોકરી
છોકરી કોઇપણ પ્રકારે રીક્ષા પકડીને સફદરજંગ પોલીસ મથકે પહોંચી હતી અને પોલીસને આ ઘટનાની જાણ કરી. ગેંગરેપ બાદ ટીકાનો સામનો કરી રહેલી પોલીસ તાત્કાલીક હરકરમાં આવી ગઇ અને 6 ટીમો બનાવીને આરોપીઓની શોધ શરૂ કરી દિધી હતી. અને અંતે બંને આરોપીઓને પકડી પાડીને મંગળવારે સવારે તેમને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં. ત્યારબાદ તેમને ન્યાયિક હિરાસતમાં જેલમાં મોકલી દેવામાં આવ્યાં.












Click it and Unblock the Notifications
