For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શપથ ગ્રહણ માટે કેજરીવાલ અને તેમના મંત્રી મેટ્રોમાં જશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 ડિસેમ્બર: શનિવાર એટલે કે 28 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના બધા મંતી મેટ્રો દ્વારા જશે. દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે પદ અને ગોપનીયતાની શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રામલીલા મેદાનમાં યોજાશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે અને તેમના મંત્રી સવારે કૌશાંબીથી મેટ્રો પકડશે અને આયોજન સ્થળે પહોંચશે. અરવિંદ કેજરીવાલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ સમારોહ માટે કોઇને પણ તેમની તરફથી વીઆઇપી પાસ આપવામાં નહી આવે. તેમના પરિવારજનો પણ સમારોહમાં ભાગ લેવા માટે સામાન્ય નાગરીકની જેમ આયોજન સ્થળે પહોંચશે.

aap-kejriwal-delhi-cm

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ શનિવારે રામલીલા મેદાનમાં દિલ્હીના સાતમા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સામાજિક કાર્યકર્તામાંથી નેતા બનેલા 45 વર્ષીય અરવિંદ કેજરીવાલ શનિવારે રામલીલા મેદાનમાં બપોરે 12 વાગે એક સમારોહમાં શપથ ગ્રહણ કરશે.

English summary
Seeking to send out a message of austerity, Aam Aadmi Party (AAP) leader Arvind Kejriwal will on Saturday be taking the metro to Ramlila Maidan to take oath as the Delhi Chief Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X