For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ આજે અનશન તોડશે, વિજ કનેકશન જોડશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 એપ્રિલ: આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલ શનિવારે સાંજે પાંચ વાગે પોતાના ઉપવાસ તોડશે. વિજળી અને પાણીના બિલના મુદ્દે શરૂ થયેલા અરવિંદ કેજરીવાલના આ ઉપવાસ આજે 15 દિવસે શનિવારે તોડશે. સમાજસેવી અણ્ણા હજારે પણ અરવિંદ કેજરીવાલને ઉપવાસ તોડવાની અપીલ કરી ચુક્યાં છે.

રાષ્ટ્રીય રાજધાનીના સુંદર નગરી વિસ્તારમાં ઉપવાસ કરી રહેલા અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે છ એપ્રિલનો દિવસ મહત્વપુર્ણ થયો છે મહાત્મા ગાંધીએ 1930માં દાંડીમાર્ચ બાદ સવિનય અવજ્ઞા આંદોલન શરૂ કરવા માટે આ દિવસ નક્કી કર્યો હતો અને મીઠાનો કાયદો તોડ્યો હતો. હું પણ 6 એપ્રિલના રોજ પાંચ વાગે ઉપવાસ તોડીશ.

અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં વિજળી અને પાણીના વધતા જતા બિલના વિરોધમાં 23 માર્ચના રોજથી ઉપવાસ પર ઉતર્યા હતા અને તેને સત્યાગ્રહ નામ આપ્યું હતું. સતત બે અઠવાડિયા સુધી ફક્ત પાણી પીને જીવી રહેલા અરવિંદ કેજરીવાલ નબળા પડી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે હું સમાજસેવી અણ્ણા હજારેની હાજરીમાં પોતાના ઔપવાસ તોડવા માંગતો હતો પરંતુ તે હાલમાં રાષ્ટ્રવ્યાપી ભ્રમણ પર છે. તેમને પોતાના આર્શિવાદ પાઠવ્યા છે.

arvind-delhi

વિરોધ પ્રદર્શના આગામી ચરણના સંકેત આપતાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના સંયોજકે કહ્યું હતું કે પાર્ટીના કાર્યકર્તા ગરીબ લોકોના કપાયેલા કનેકશન જોડવા માટે દિલ્હીમાં ઘરે-ઘરે જશે.

દિલ્હીમાં વિજળી અને પાણીના મુદ્દે તેમના દ્રારા ચલાવવામાં આવેલા આ આદાંલનને ભારે જનસમર્થન મળ્યું છે. 10 લાખ 52 હજાર લોકોએ પત્ર લખીને તે સાબિત કરી દિધું છે કે શીલા રાજમાં વિજળી અને પાણીની વ્યવસ્થાથી લોકો દુખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભાની ચુંટણી આ વર્ષના અંતમાં છે અને અરવિંદ કેજરીવાલ ત્યાં સુધી દિલ્હીના દરેક ખુણામાં પોતાની પાર્ટીની પહોંચ બનાવવા માંગે છે. અરવિંદ કેજરીવાલે વિજળી અને પાણીનો એવો મુદ્દો ઉઠાવ્યો છે જેનાથી ગરીબથી માંડીને અમીર આદમી જોડાયેલ છે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
Activist-turned-politician Arvind Kejriwal, who is on a hunger strike against "inflated" electricity and water bills in Delhi, will break his fast on Saturday at 5 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X