For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કંપની બનાવી રહી છે પુરૂષો માટે બ્રા અને પેંટીઝ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 એપ્રિલ: અત્યાર સુધી લોકો મર્દાનગીનું કારણ આપીને પુરૂષોને સ્ત્રીઓની વસ્તુઓનો ઉપયોગ કરવાથી રોકતા હતા. પરંતુ હવે એક કંપની પદ્ધતિસર પુરૂષો માટે આરામદાયરક બ્રા અને પેંટીઝ બનાવી રહી છે.

ઓસ્ટ્રેલિયાની લેડીઝ લોંઝરી કંપનીએ કહ્યું હતું કે તે પુરૂષોને પણ સોફ્ટ ઇનરવેયર ઉપલબ્ધ કરાવવા માંગે છે અને તેનો અર્થ કદાપિ એવો નથી કે આ અંડરગારમેંટસ ફક્ત સમલૈગિંકો માટે બનાવવા જઇ રહ્યાં છે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી કે પુરૂષો માટે નવા અંડરગારમેંટસ તેમના હાલના અંડરગારમેંટસ કરતાં કેવી રીતે અલગ હશે. કંપની દાવો છે કે સ્ત્રીઓની જેમ પુરૂષોને પણ આરામદાયક લોંઝરી ખૂબ જ પસંદ આવશે.

મેટ્રો યૂકેના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલાઇ કંપની હોમીમાઇસ્ટેયર પુરૂષો માટે લોંઝરીની નવી રેંઝ લોંચ કરવા જઇ રહી છે. આ અંડરગારમેંટસમાં મેંસ પેંટીઝ અને પેડેડ બ્રા પણ હશે જે ખાસકરીને પુરૂષોના શરીર મુજબ બનાવવામાં આવશે.

men-women

કંપનીનો દાવો છે કે આ ઇનરવેયર પુરૂષોના કદ મુજબ હશે, તેમના ખભાથી સરકશે નહી અનેક કમરથી ઉપર ચઢશે નહી. તેમને બનાવવા માટે સોફ્ટ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવશે અને તેમને અવનવા રંગોમાં ડિઝાઇન કરવામાં આવશે.

કંપનીનું કહેવું છે કે એ વાતથી કોઇ ફરક નથી પડતો કે કપડાં પહેનાર વ્યક્તિ સામાન્ય હોય, ગે હોય, ધાર્મિક હોય કે પછી નાસ્તિક હોય. તે લોકોના અંડરગારમેંટસ બનાવી રહી છે જે આરામને પ્રાથમિકતા આપે છે.

English summary
An Australian lingerie company is offering men an alternative to boring boxers with their range of frilly knickers, bras for men and teddies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X